ગુજરાતમાં કોરોના બેકાબૂ બનતા સરકાર દ્વારા રાત્રી કરફયૂ લાદવામાં આવ્યો છે.
જેના પગલે રાતે 8 વાગ્યા બાદ જરૂરી ચીજ વસ્તુઓની દુકાન સિવાય અન્ય દુકાનો બંધ રાખવામાં આવે છે.
વડોદરામાં પણ કોરોના ના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. પોલીસ દ્વારા માટે વગરના લોકો જોડે થી દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
આવા સમયે વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારમાં એક ટી સ્ટોલ મોડી રાતે પણ ખુલ્લો રેહતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા શહેરમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન ની હદમાં આવેલા કલ્યાણી ટી સ્ટોલ મોડી રાત સુધી ચાલુ હોવાથી લોકોની ભીડ જોવા મળી હતી.
આવા સમયે ત્યાંના પોલીસ કર્મચારીઓની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
કોરોના ની ઝડપ અટકાવવા માટે તંત્ર દ્વારા રાત્રી કર્ફ્યૂ લગાડવામાં આવેલ છે. પરંતુ કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત સુધી ચાલી રહેલા કલ્યાણી ટી સ્ટોલ સામે પોલીસ પગલા લે તેવી લોકોની માંગ છે.
લોકોએ જણાવ્યું હતું કે આર ટી સ્ટોલ ઉપર રાત્રે આઠ વાગ્યા પછી પણ લોકો આંટી રહ્યા છે તો ઉપર લોકોમાં વગર ભીડ ભેગી કરી રહ્યા છે જેના પગલે સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન થતું નથી.
લોકોનો આક્ષેપ છે કે પોલીસ માટે લોકો પાસેથી 1000 રૂપિયા વસૂલે છે અને લોકોની ગાડી પર ડિટેઇન કરે છે ત્યારે તેવા સમયે કરફયૂ લાગ્યા બાદ પણ આ ટી સ્ટોલ ચાલી રહ્યો છે તેની સામે કોઈ પગલાં કેમ નથી લેવાતા.
આંકડાઓ સામે જોઈએ તો 15 એપ્રિલના રોજ ગુજરાતમાં 7400 જેટલા કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા. જયારે 70 થી વધુ લોકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.