લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા પાલનપુર જિ.પંચાયત ખાતે અમૃતપેય ઉકાળા અને હોમીયોપેથીક દવાનું વિતરણ શરૂ કરાયું. Palanpur Jilla Panchayat:
કોરોનાની બીજી લહેરમાં કોરાના સંક્રમણ વધી રહ્યું છે
ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા અને લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાના આશયથી
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાના સીધા માર્ગદર્શન અનુસાર
નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર હેઠળની
બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા શાખા દ્વારા
પાલનપુર જિલ્લા પંચાયત ખાતે અમૃતપેય ઉકાળા અને હોમીયોપેથીક આર્સેનિક આલમબ ગોળીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
સતત સાત દિવસ સુધી ચાલનાર
આ ઉકાળા કેમ્પમાં પ્રથમ દિવસે જ ૮૦૦૦ લોકોને ઉકાળો અને
૨૬ હજાર લોકોને હોમીયોપેથીક આર્સેનિક આલમબ ગોળીનું
વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના સમયમાં શરીરની ઇમ્યુન સીસ્ટમ મજબુત કરવી જરૂરી છે
ત્યારે વ્યક્તિ પોતાની સાથે પરિવારજનોને પણ અમૃતપેય ઉકાળાનો લાભ અપાવવા ઇચ્છતા હોય તેવા લોકો વહેલી સવારે બરણી લઇ જઇને આ અમૃતપેય ઉકાળો મેળવી શકે છે અને
પોતાના પરિવારને આનો લાભ અપાવી શકે છે.
આ કાર્યમાં આયુર્વેદ કચેરીના સ્ટાફ સાથે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સ્વયંમ સેવકો જોડાયા હતાં.
પરિવારજનોને અમૃતપેય ઉકાળાનો લાભ અપાવવા ઇચ્છતા
લોકો વહેલી સવારે બરણી લઇ જઇને ઉકાળો મેળવી શકે છે
અમૃતપેય ઉકાળાના શુભારંભ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ. ડી. ગિલવા,
નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મકવાણા,
જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ર્ડા. જે. એન. મોઢ સહિત સ્ટાફ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં