ગુજરાતમાં દિવસે દિવસે કોરોના વકરી રહ્યો છે. રાજ્યમાં હવે રોજ 5 હજારથી ઉપર કેસો આવી રહ્યા છે.
આવા સમયે કોરોના સામે લડાઈમાં આપણને કોરોનાની રસી જ મદદ કરી શકે છે.
પરંતુ કેટલાક લોકો રસી લેવાથી ડરી રહ્યા છે તેઓને એવું લાગે છે કે રસી લેવાથી તેમને નુકસાન થશે.
અમદાવાદ શહેર પોલીસના ઝોન -1 DCP રવિન્દ્ર પટેલ પોતે ડોક્ટર છે અને IPS તરીકે પોલીસ ફોર્સમાં જોડાયા હતાં.
તેમણે હાલ જ વેક્સિનનના બંને ડોઝ લીધા હતા અને ત્યારબાદ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે .
DCP રવિન્દ્ર પટેલે જણાવ્યું કે,”વેક્સિને અનેક પ્રકારની ટ્રાયલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ત્યાર બાદ રસીને એપ્રુવલ મળે છે.”
ઘણા નિષ્ણાંત ડોક્ટરોએ તેમના અભિપ્રાયમાં જણાવ્યું છે કે કોરોના ની રસી આપણને કોરોના સામેની લડાઈમાં ખૂબ જ મદદ કરી શકે તેમ છે.
તેઓએ આગળ જણાવ્યું કે, “મેં વેક્સિન લીધી છે અને મારા આખા પરિવારને પણ વેક્સિન અપાવી છે . દરેકે વેક્સિન લેવી જોઈએ”
કોરનાથી કેટલાય લોકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની હતી. જેમાં ફક્ત મધ્યમ વર્ગનો સમાવેશ નથી થતો પરંતુ સંપૂર્ણ વિશ્વ નો સમાવેશ થાય છે.
તેવા સમયે ગુજરાતના તમામ ડોક્ટર અત્યારે વેક્સિન લેવાની સલાહ આપી રહ્યાં છે.
વેક્સિનના કારણે ડેથ રેટ અને ઝડપથી ફેલાતા સંક્રમણ ને રોકી શકાય છે.વેક્સિનના કારણે લોકોનો જીવ બચી શકે છે.
અમદાવાદ ઝોન -1 ના DCP રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “મેં વેક્સિનના બે ડોઝ લીધા હતાં. હું હાલ કોરોના પોઝિટિવ છું અને કવોરેન્ટાઈન થયો છું.
વેક્સિન કોરોના સામેના જંગમાં મદદરૂપ થશે. દરેકે વેક્સિન લેવી જોઈએ તેવું મારું માનવું છે. જે તેમને અને તેમના પરિવારને મદદરૂપ થશે.
જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા એક દિવસમાં 160000 કરતાં પણ વધુ રસીનો ડોઝ આપવામાં આવ્યા હતા.
રાજ્યમાં અત્યાર સુધીમાં 95 લાખ કરતા પણ વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં કોઈને પણ રસી લીધા બાદ કોઈપણ પ્રકારની ગંભીર આડઅસર જોવા મળી નથી.