આજે જ્યારે સંપૂર્ણ વિશ્વ કોરોના મહામારી નો સામનો કરી રહ્યું છે એવામાં કેટલાક નરાધમ વ્યક્તિઓ પોતાનું ખિસ્સું કઈ રીતે ભરવું તેનો વિચાર કરી રહ્યા છે.
તેઓ આવા કાઠા સમયમાં પણ માનવતાને નેવે મૂકીને પોતાનું ભલું કઈ રીતે થાય તેવા રસ્તા શોધી રહ્યા છે.
આવો જ એક કિસ્સો મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવમાંથી સામે આવ્યો છે.
મહારાષ્ટ્રના જલગાંવ માં એક વ્યક્તિએ કમાણી કરવા માટે એવો રસ્તો શોધી કાઢ્યો કે જેના લીધે ઘણા લોકોના જીવ જોખમમાં મુકાઇ ગયા.
મહારાષ્ટ્રમાં આવેલ જલગાંવ ખાતે અમજદ અહેમદ મન્સૂરી નામનો વ્યક્તિ ઘર બનાવવાનું કામ કરે છે. ના લીધે ઘણા લોકોના ધંધા પાણી બંધ થઈ ગયા હતા તેમાં આ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.
તેણે પોતાનું ખિસ્સું ભરવા માટે માનવતાને નેવે મૂકીને ગાદલામાં રૂની જગ્યાએ લોકો દ્વારા વાપરીને ફેંકી દીધેલા માસ્ક ને ભરતો હતો.
જલગાંવ પોલીસ સ્ટેશનમાં અધિકારીઓને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર મેટ્રેસ સેન્ટરમાં અમુક ગેરકાયદેસર કામ થઈ રહ્યા હતા. જ્યારે પોલીસે ત્યાં રેડ પાડી ત્યારે તેઓને ખબર પડી કે ત્યાં બનાવવામાં આવી રહ્યા ગાદલાઓમાં રૂ ની જગ્યાએ વપરાયેલા માસ કરવામાં આવી રહ્યા હતા.
પોલીસ દ્વારા ત્યાં રહેલા દરેક માસ્ક નો નાશ કરવામાં આવ્યો છે અને જે શખ્સ આવ ગોરખધંધો ચલાવતો હતો તેની ધરપકડ કરી.
નોંધનીય છે કે 13 એપ્રિલના રોજ મહારાષ્ટ્રમાં 60000 જેટલા કેસ સામે આવ્યા હતા જ્યારે 281 દર્દીઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.