આજે કોરોના જ્યારે તેનો ફફડાટ ફેલાવી રહ્યો છે. ત્યાં બીજી બાજુ લોકોની હાલ પૂરતી આશા કોરોનાની રસી છે.
પરંતુ શું થાય જો આ માનવતાની કોરોના સામેની લડાઇમાં ઉપયોગી એવું એક માત્ર હથિયાર જ ચોરાઈ જાય ?
જયપુરમાં આવેલ એક સરકારી હોસ્પિટલમાં આવી જ ઘટના બની છે.
જયપુરના સરકારી હોસ્પિટલ પ્રશાસન દ્વારા વેક્સિનની સુરક્ષામાં ઢીલ મુકવામાં આવી હતી.
જ્યારે રસીને કોલ્ડ સ્ટોરેજમાંથી વેક્સિન સેન્ટર સુધી લઈ જવામાં આવી રહી હતી ત્યારે રસીના 32 વાયલ ચોરી થઈ ગયા હતા.
જણાવી દઈએ કે એક વાયલમાં રસીના 10 ડોઝ હોય છે.
જેને પગલે હોસ્પિટલ પ્રશાસને પોલીસ ફરિયાદ કરી છે.
આજે જયપુરમાં રસીની અછત જોવા મળી રહી છે. ઘણા લોકો હોસ્પિટલ પર આરોપ મૂકી રહ્યા છે કે સ્ટાફ દ્વારા પોતાને રસી મૂકી દેવાને કારણે રસીના ડોઝ ઓછા પડી રહ્યા છે.
આ બધી માથાકૂટ વચ્ચે રસી ચોરી થવાના સમાચાર મળતાં જયપુર પોલીસમાં અફરાતફરી મચી ગઇ છે.
આજે જ્યારે સંપૂર્ણ ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે રસી જ એક એવી વસ્તુ છે કે જે આપણને કોરોના સામે લડત આપવામાં મદદ કરી શકે છે.
ભારતમાં સતત કેટલાય દિવસો થી 1 લાખ ઉપર કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.
હવે આવા સમયે 320 જેટલા રસીના ડોઝની ચોરી થવી એ ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય. કારણ કે ઘણી જગ્યાએ રસીના ડોઝ ખૂટી રહ્યા હોય એવું જાણવા મળી રહ્યું છે.
આવા સમયે રસીની ચોરી થવી એ ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય.