ભારત દેશમાં કોરોના ની સ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે.
મોટી મોટી હસ્તીઓ પણ કોરોના ની ઝપેટમાં આવી ગઈ છે.
ભલેને તે બોલિવૂડના કલાકારો ક્રિકેટર કે પછી રાજનેતા જ કેમ ના હોય.
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે ઉત્તર પ્રદેશના હાલના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથજીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને પોતાના કોરોના પોઝિટિવ હોવાની ખબર આપી હતી.
તેઓએ ટ્વિટ કરતાં લખ્યું કે, “મને કોરોનાના શરૂઆતી લક્ષણો દેખાતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું અત્યારે સેલ્ફ આઇસોલેશનમાં છું અને ડોક્ટર દ્વારા આપવામાં આવેલ સલાહનું પાલન કરી રહ્યો છું. આ દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા હતા તેઓને વિનંતી છે કે પોતાનો કોરોના ટેસ્ટ કરાવે અને સાવધાની રાખે.”
शुरुआती लक्षण दिखने पर मैंने कोविड की जांच कराई और मेरी रिपोर्ट पॉजिटिव आई है।
मैं सेल्फ आइसोलेशन में हूं और चिकित्सकों के परामर्श का पूर्णतः पालन कर रहा हूं। सभी कार्य वर्चुअली संपादित कर रहा हूं।
— Yogi Adityanath (@myogiadityanath) April 14, 2021
જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની ઓફિસમાં ઘણા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેના લીધે આદિત્યનાથ જીએ સામે ચાલીને પોતાને આઇસોલેટ કરી દીધા હતા.
ઉત્તર પ્રદેશમાં અત્યારે કોરોના ની સ્થિતિ ખૂબ જ વકરી રહી છે. છેલ્લા એક દિવસમાં યુપીમાં 18000 જેટલા કોરોનાના કેસો સામે આવ્યા છે જ્યારે વધુ 85 લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામતા કુલ મૃત્યુઆંક 85એ પહોંચ્યો છે.