ગુજરાતમાં કોરોના દિવસે દિવસે વકરી રહ્યો છે.
એવામાં અમદાવાદ સુરત અને રાજકોટ જેવા જિલ્લાઓમાં કોરોનાની અસર સૌથી વધારે જોવા મળી રહી છે.
અમદાવાદ શહેરમાં વધી રહ્યા કોરોના સંક્રમણને રોકવા અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોરોના સંક્રમણને રોકવા માટે મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
આવા સમયમાં કોર્પોરેશન દ્વારા ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ કરી શકાય તે માટે પગલાં લેવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં આવેલા GMDC ગ્રાઉન્ડમાં મ્યુનિસીપલ કોર્પોરેશને ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ કરી શકાય તે માટે પગલાં ભર્યા છે.
GMDC ગ્રાઉન્ડ ખાતે 14 એપ્રિલથી ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ શરૂ થશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબના સંયુક્ત પ્રયાસોથી GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ શરૂ થશે.
14 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યાથી ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ શરૂ કરાશે.
દેશમાં સૌ પ્રથમવાર આવી રીતે ડ્રાઇવ થ્રુ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ થઈ છે.
આ પગલાને લીધે ઘણા વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ લોકોને ટેસ્ટ કરવામાં આસાની રેહશે.
ડ્રાઇવ થ્રુ ટેસ્ટમાં વ્યક્તિએ ગાડીની બહાર નીકળવાની પણ જરૂર પડતી નથી.
સરકાર દ્વારા આ ટેસ્ટનો ચાર્જ 800 રૂપિયા નક્કી કરવામાં આયો છે.
ટેસ્ટનો રિપોર્ટ 24-36 કલાકમાં SMS કે ઈમેઈલ દ્વારા મળી જશે.
GMDC મેદાનમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ માટે 5 સ્ટેશન તૈયાર કરવામાં આવશે.
ટેસ્ટિંગ માટે સેમ્પલ સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી લેવામાં આવશે.
હવે જોવાનું રહેશે કે કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય કેટલો કારગર નીવડશે.