કેટલાક દિવસો પેહલા ઘણા સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક જહાજનો મુદ્દો વાયરલ થયો હતો.
એવરગ્રીન નામક માલવાહક જહાજ ઈજીપ્તની કેનાલમાં ફસાઈ ગયું હતું. જેના લીધે ભારે મુસીબતો ઉભી થઇ હતી.
૨૩ માર્ચના રોજ આ માલવાહક જહાજ ઈજીપ્તમાં આવેલ સુએઝ નામક કેનાલમાં ફસાઈ ગયું હતું.
લગભગ એક અઠવાડિયા સુધી આ જહાજ કેનાલમાં ફસાઈ રહ્યું હતું. જેના લીધે સંપૂર્ણ વિશ્વને 500 અબજ ડોલર જેટલું નુકસાન થયું હતું.
એક સપ્તાહ સુધી 800 લોકો અને વિવિધ મશીનો દ્વારા મહામેહનતે આ જહાજને કેનાલમાંથી નીકળી શકાયું હતું. પરંતુ ત્યાં સુધીમાં આ ફસાયેલ જહાજની મનને બાજુ જહાજોની લાંબી લાઈન લાગી ગઈ હતી.
આ ઘટના બાદ ઇજિપ્તે આ એવરગ્રીન જહાજની કંપની પાસેથી વળતરની માંગ કરી છે. ઇજીપ્તે એવરગ્રીન જહાજની કંપની પાસેથી ૧ અબજ ડોલર વળતર રૂપે માંગ્યા છે.
ઈજીપ્તનું કેહવું છે કે જ્યાં સુધી જહાજની કંપની આ વળતર ચૂકવવા માટે તૈયાર નાઈ થાય ત્યાં સુધી આ જહાજ અને તેના ક્રુ-મેમ્બર્સને મુક્ત કરવામાં આવશે નહિ.
ઓસામા રોબી કે જે સુએઝ કેનાલ ઑથોરિટીના પ્રવક્તા છે તેમને કહ્યું કે, ટૂંક સમયમાં બંને પક્ષમાં સમજૂતી થવાની શક્યતા છે. જે સમયે કંપની ઈજીપ્તને વળતર ચૂકવવા તૈયાર થશે તે જ સમયે ઈજીપ્ત જહાજ અને તેના ક્રુ-મેમ્બર્સને છોડી દેશે.
ઈજીપ્ત દ્વારા કરવામાં આવેલ વળતરનીનું કારણ માંગણી જહાજને કાઢવામાં લાગેલ ખર્ચ છે. ઈજીપ્ત દ્વારા ૮૦૦ લોકો અને વિવિધ મશીનનો ઉપયોગ આ જહાજને કાઢવા માટે કરાયો હતો.
બીજી બાજુ જહાજની કંપની શુઈ કિશેન કાશા લિમિટેડના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, કંપનીને હજુ કોઈ પણ પ્રકારની નોટિસ મળી નથી. કંપનીએ જહાજને મુક્ત કરાવવા માટે લંડન કોર્ટમાં અપીલ કરી છે.
હવે આ ઝગડા વચ્ચે હેરાન જહાજના ક્રુ-મેમ્બર્સ થઇ રહ્યા છે. તમને જણાઈ દઈએ કે જહાજના સ્ટાફમાં ભારતીય લોકોનો પણ સમાવેશ થાય છે