રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એઇમ્સ હોસ્પિટલમાંથી સફળ બાયપાસ સર્જરી બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
તે અર્થે તેઓએ ડોક્ટરોનો આભાર માન્યો
રાષ્ટ્રપતિ એ આ ખુશ ખબર પોતાના ટ્વીટર હેન્ડલ પર શેયર કરી ને આપી જેમાં તેઓ એ જણાવ્યું કે પોતાની સર્જરી પછી હું રાષ્ટ્રપતિ ભવન પાછો આવ્યો છું. મારા ઝડપ થી સાજા થવા પાછળ આપની શુભકામનાઓ અને પ્રાર્થનાઓ તથા એમ્સ ના ડોક્ટરો અને નર્સો ની અસાધારણ ચિકિત્સા એ મહત્વ નો ભાગ ભજવ્યો. હું પણ દરેક નો આભારી છું. ઘરે આવવા થી હું બહુજ ખુશ છું.
I have returned to Rashtrapati Bhavan after my surgery. My speedy recovery is thanks to wishes and prayers of all of you and exceptional care given by doctors and nursing staff at AIIMS and Army’s RR hospital. I am thankful to everyone! I am glad to be back home. pic.twitter.com/nhe6eC7OrD
— President of India (@rashtrapatibhvn) April 12, 2021
જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ કોવિંદ ને છાતી માં દુખાવો ઉપાડ્યો હતો. બાદ તેમને દિલ્લી માં સ્થિત આર્મી હોસ્પિટલ માં લઇ જવા માં આવ્યા.
જ્યાં તેઓ નું રૂટિન ચેકઅપ થયું. ત્યાં થી તેઓ ને વધુ સારવાર અર્થે એમ્સ માં જવાની સલાહ મળી. પછી રાષ્ટ્રપતિ ને 27 માર્ચ ની બપોરે એમ્સ માં લઇ જવાયા. ત્યારબાદ 30 માર્ચે તેઓ ની સફળ સર્જરી કરવા માં આવી.
રાષ્ટ્રપતિ ની સફળ સર્જરી બાદ મંગળવારે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ એ ટ્વીટ કરતા જણાવ્યું કે રાષ્ટ્રપતિ ની સફળ બાયપાસ કરવા બદલ હોનહાર ડોક્ટરો ને અભિનંદન. મેં રાષ્ટ્રપતિ કોવિંદ ના સ્વાસ્થ્ય અર્થે એમ્સ માં પૂછપરછ પણ કરી છે અને તે જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના.
રાષ્ટ્રપતિ એ હાલમાં જ કોરોના ની રસી લીધી હતી. તેઓ ને આર્મી હોસ્પિટલ માં જ રસી આપવા માં આવી હતી.