રાજ્યમાં વધતા હતા કોરોનાને પગલે શાળા કોલેજો 10 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી હતી.
ત્યારે બાદ મળેલ માહિતી મુજબ ગવરમેન્ટ દ્વારા નવી આદેશ બહાર પાડવામાં આવેલ છે જેમાં 30 એપ્રિલ સુધી શાળા કોલેજો બંધ કરવાનું જણાવેલ છે.
કોરોનાનો પ્રકોપ વધતાં રાજ્યની તમામ સરકારી તેમજ ખાનગી કોલેજો અને શાળાઓ આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવેલ છે.
રાજ્યમાં વધી વકરી રહેલા કોરોનાને જોઈને સરકારે 18 માર્ચથી લઈને 10 એપ્રિલ સુધી 8 જેટલા મહાનગરો માં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
11 જાન્યુઆરીથી ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12 ની સ્કૂલો ખોલવામાં આવી હતી. ત્યાર બાદ પીજી અને યુજીમાં ભણતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરુ કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 માટે સ્કૂલો ખોલવામાં આવી હતી. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા અને 9 થી 12 ધોરણની પરીક્ષા લેવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે બાદ 8 ફેબ્રુઆરી થી કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈં શિક્ષણ શરૂ કરવાની સૂચના આપી હતી.
આ પરિસ્થિતિમાં CBSEની પરીક્ષા 4 મે થી શરૂ થઈ રહી હતી તેનો વિરોધ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. બોર્ડ પરીક્ષા cancel કરવા માટે ટ્વીટર પર હૅશટૅગ ચાલી રહ્યા છે.
એવામાં ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવનારી SSC અને HSC ની પરીક્ષાઓ કંઈ રીતે લેવાશે તે વિશે વિદ્યાર્થીઓ અસમંજસમાં છે.
જણાવી દઈએ કે ગુજરાતમાં રોજ 5000થી વધુ કેસો આવતા હોવાથી સરકાર દ્વારા શાળા કોલેજો બંધ કરવામાં આવી છે.