ભારતમાં વધી રહેલા કોરોનાની ચિંતા વચ્ચે એક રાહત મળે એવા સમાચાર મળ્યા છે.
ભારતમાં હવે ત્રીજી વેક્સિનને મંજૂરી મળી છે.
હાલ ભારતમાં કોરોનાની પરિસ્થિતિ ખુબજ ગંભીર છે એવામાં એક રાહતના સમાચાર મળ્યા છે.
સોમવારના રોજ સબજેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) દ્વારા રશિયાની સ્પૂતનિક-V નામની રસીને મંજૂરી આપવામાં આવેલ છે.
પરિણામે હવે ભારતના રસીકરણમાં હવે આ રસીનો પણ ઉપયોગ થશે.
રશિયાની ટીમ દ્વારા ટ્રાયલના પરિણામ રજૂ કર્યા બાદ આ રસીને મંજૂરી મળેલ છે.
ભારતમાં સ્પૂતનિક-V હૈદરાબાદની ડોક્ટર રેડ્ડી લેબ્સ સાથે મળીને ટ્રાયલ કર્યા છે. અને રસીનું પ્રોડક્શન પણ તેમની સાથે મળીને જ થઈ રહ્યું છે.
અત્યારે જ્યારે ભારત અને તેમાં પણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ રસીની ખોટ પડી રહી છે ત્યારે આ રસીને મંજૂરી મળતાં રસીની પડી રહી અછત દૂર થઈ શકે છે.
આંકડા સામે જોઈએ તો આ રસીની સફળતા 91% જોવા મળી છે. આ આંકડા ટ્રાયલ કર્યા બાદ તેમના પરિણામ પરથી તારવવામાં આવે છે.
હાલ ભારતમાં 2 કોરોના રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવીશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો સમાવેશ થાય છે.
અને ઓગસ્ટ સુધીમાં 5થી વધારે વેક્સિનને મંજૂરી મળી શકે છે.
નોંધનીય છે કે ભારતના ઘણા રાજ્યોમાં કોરોના રાશિની અછત જોવા મળી રહી છે કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, ઉપ જેવા ઘણા રાજ્યોમાં કોરોના રસી ની અછત જોવા મળી રહી છે.
તેવા સમયમાં ત્રીજી રસીને મંજૂરી મળતા આ અછત દૂર થઇ શકે છે.