ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ દિવસે દિવસે વકરી રહી છે.
હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા પરિણામે દર્દીઓને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.
આવી સ્થિતિમાં શનિવારે કાળજું કંપાવતી ઘટના સમને આવી છે. એક વૃદ્ધ દર્દીને 2 કલાક સુધી સારવારના મળતાં દર્દીએ દમ તોડયો હતો.
દર્દીને સારવાર મળવામાં વાર લાગશે એવું જણાતા એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીને પમ્પિંગ પણ આપ્યું તે છતાં દર્દીનું મૃત્યુ થયું હતું.
ઘટના રાજકોટના સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરની છે. હોસ્ટેલના કમ્પાઉન્ડમાં એમ્બ્યુલન્સના ઢગલા જોવા મળી રહ્યા છે. તેમાં એક એમ્બ્યુલન્સમાં વૃદ્ધ દર્દીને ઓક્સિજન પર રાખીને સારવાર આપવામાં આવી રહી હતી.
સારવાર માટે અંદર જગ્યા ન હોવાથી દર્દીને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવી પડી રહી હતી.
દર્દીની હાલત વધુ કફોડી બનતા એમ્બ્યુલન્સના ડ્રાઈવરે તેઓને સ્ટ્રેચર પર સુવડાવ્યા. પરંતુ ત્યાં સુધીમાં દર્દીએ શ્વાસ છોડી દીધા હતા. દર્દીને બચાવવાના અંતિમ પ્રયાસ રૂપે ડ્રાઈવરે પમ્પિંગ શરૂ કર્યુ પરંતુ પ્રયાસ નિષ્ફળ રહ્યો અને દર્દીનું મોત થયું હતું.
જોકે સેન્ટરના સ્ટાફે પોતાનો બચાવ કરતા કહ્યું કે સ્ટાફ તેમજ બેડની અછત હોવાને લીધે અમે નવા દર્દીઓને દાખલ નથી કરી શકતા.
આના પેહલા પણ એક વૃદ્ધાને ઓક્સિજન ચઢાવી એમ્બ્યુલન્સમાં સારવાર આપતો વિડિયો વાઇરલ થયો હતો.
રાજકોટના સિવિલ હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ દિવસે દિવસે સામે આવી રહ્યા છે ત્યારે આ નવો કિસ્સો બહાર આવ્યા બાદ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.