ભારતમાં ક્રિકેટ એ સૌથી વધુ પ્રચલિત સ્પોર્ટ્સ છે. એમાં પણ IPL ને તો લોકો તહેવારની જેમ ઉજવે છે.
હજુ એક IPLને પુરી થઈ ૫ મહિના નથી થયા ત્યાં ફરી એક વખત IPL નું આયોજન BCCI દ્વારા કરવામાં આવેલ છે.
ગયા વર્ષે તો IPL અન્ય દેશમાં રમાઈ હોવાથી કોરોના નો સવાલ ઉભો ન હતો થયો.
પરંતુ આ વખતે જયારે IPL ભારતમાં રમાઈ રહી છે ત્યારે ભારતમાં વણસી રહેલા કોરોનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુંબઈ ક્રિકેટ એસોસિસ્ટિઓન (MCA) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
વાનખેડે સ્ટેડિયમ માં યોજાનારી મેચને નિહાળવા જઈ રહેલા દર્શકોએ પોતાના કોવિડ ટેસ્ટનો રિપોર્ટ સાથે લઇ જવાનો રહેશે. જો વ્યક્તિ પોતાનો કોરોના નેગેટિવ રિપોર્ટ દેખાડશે તો જ તે દર્શકને મેચ નિહાળવા દેવામાં આવશે.
અહીં જાણવું જરૂરી છે કે IPL ની શરૂઆત પેહલા જ અમુક ક્રિકેટર્સનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
આજે ભારતમાં છેલ્લા 3-4 દિવસોથી સળંગ એક લાખ થી વધારે કેસો આવી રહ્યા છે અને એમાં પણ સૌથી વધુ કેસો મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવી રહ્યા છે.
ભારત દેશમાં સૌથી ગંભીર હાલત જો કોઈ રાજ્યની હોય તો તે મહારાષ્ટ્ર ની છે. કારણ કે મહારાષ્ટ્રમાંથી છેલ્લા અઠવાડિયાથી 40000 જેટલા કેસો આવી રહ્યા છે જયારે 9 એપ્રિલે 55000 થી વધુ કેસો સામે આવ્યા હતા.આવા સમયે મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય કેટલો કારગર નીકળે છે તે તો સમય જ બતાવશે.