પશ્ચિમ બઁગાળમાં વિધાનસભાની ચૂંટણી આજે યોજાઈ રહી છે. આ ચૂંટણી વિધાનસભાની 44 જેટલી બેઠકો માટે છે.
સવારના સાત વાગ્યાથી મતદાન શરુ થઇ ગયું છે. આ ચૂંટણીમાં 373 જેટલા ઉમેદવારો ઉભા રહ્યા છે. ચૂંટણીના પગલે દરેક બેઠક પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલ છે.
પોલીસ બંદોબસ્ત હોવા છતાં ચૂંટણી દરમિયાન હુગલી તેમજ કૂચબિહારમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તા વચ્ચે ઝગડો થયો હતો.
કૂચબિહારમાં પરિસ્થિતિ એટલી બેકાબુ બની હતી કે ગોળીબાર થયો હતો. જેમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા.
આ ઘટના બાદ સીતલકુચના બૂથ નંબર 126 ઉપરનું મતદાન સ્થગિત કરવાની ફરજ પડી હતી.
આ ચૂંટણીના ચોથા તબક્કા દરમિયાન પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓની ૪૪ બેઠકો પર મતદાન થઇ રહ્યું છે ત્યારે ૧૫૦૦૦ થી વધુ મતદાન મથકો પર ૭૦૦ કરતા વધુ CAPF ની ટુકડીઓ ગોઠવાયેલ છે.
આ ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, જે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમના અવસાન બાદલ દુઃખ વ્યક્ત કરું છું. તેમના પરિવાર સાથે મારી સંવેદના છે. અમારો પક્ષ તેમની સાથે છે.
વધુમાં મમતા બેનરજી પર આક્ષેપો મુક્ત કીધું કે, પોતાની સત્તા હાથમાં થી જતા જોઈને દીદી અને તેમના ગુંડાઓને કેહવા મંગુ છું કે હવે તેમની દાદાગીરી પ.બંગાળ માં નહિ ચાલે.
મમતા બેનરજીએ લોકોને શાંત રહેવા અપીલ કરી અને અમિત શાહ પર આક્ષેપ મુક્ત કહ્યું કે, મતદાતાઓ પર CAPF ના જવાનોએ ગોળી વરસાવી ચાર લોકોની હત્યા કરી નાખી છે. જવાનો મારા દુશ્મન નથી પણ ગૃહમંત્રીના નિર્દેશ પર આ ષડયંત્ર રચાયું હતું.
આ ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપવો જોઈએ. CAPF ના જવાનો પાસેથી પણ જવાબ માંગવો જોઈએ કે શા માટે નિર્દોષ મતદાતાઓ પર ગોળીબાર કરવામાં આવ્યો. સાથે સાથે ચૂંટણી પંચની પણ નિંદા કરી