એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લા રહેશે સ્વૈચ્છિક બંધ રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું (Corona Curfew):
રાજ્યમાં કોરોના વાયરસ ( Covid-19 )નું સંક્રમણ સતત વધી રહ્યું છે.
કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે,
જેને પગલે ગામડાઓ અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન ( Lock down )તરફ આગળ વધી રહ્યાં છે.
આજે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિવાર અને રવિવાર બે દિવસ સ્વયંભૂ બંધ corona curfew પાળશે.
રાજ્યમાં કોરોના કેસ (Corona cases) માં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
દિવસેને દિવસે આ જીવલેણ વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે.
આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
આ પહેલા ગઈકાલે 9 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.
રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી શહેરમાં પાન એસોસિયેશન દ્વારા આગામી શનિ-રવિવાર એમ કુલ બે દિવસ માટે બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન કરવા નિર્ણય કર્યો છે.
જેમાં એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો જોડાઇ બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે.
આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના ખ્યાતનામ જ્વેલર્સ પણ શનિ-રવિ બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે.
જ્યાં ચેમ્બર સાથે 28 થી 30 એસોસિએશન જોડાઈને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.
રાજ્યમાં આજે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે.
જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે.