પ્રદેશ કોંગ્રેસે ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી ચૂંટણી માટે વચનપત્ર જાહેર કર્યું હતું. આ પ્રસંગે કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય સી.જે. ચાવડા, પ્રવક્તા નિશિત વ્યાસ, હિમાસું પટેલ અને વંદના પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરની જનતાને વચન પત્ર થકી કોંગ્રેસે આજે વચનોની લહાણી કરી હતી. તેમણે પ્રજાને કુલ આ ૧૩ વચનો આપ્યા હતા. આજ વચનો સાથે હવે તેઓ ગાંધીગનરની જનતા પાસે વોટ માંગવા જશે. જાણો પ્રદેશ કોંગ્રેસ ગાંધીનગરની જનતાને કયા વચનો આપ્યા છે.
૧- ગાંધીનગરના ૧૦,૦૦૦ બેરોજગારોને રોજગાર આપવાની કોંગ્રેસની ગેરંટી.
૨- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક વિભાગોમાં કોંગ્રેસ કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ખાનગીકરણની સંપુર્ણ નાબુદી કરી સરકારી ભરતીઓનો અમલ કરશે .
૩- ૧૦૦ વીજ યુનિટ સુધી ઈલેક્ટ્રિસિટી બિલમાં કોંગ્રેસ ૧૦૦ ટકા સંપૂર્ણ માફી આપશે .
૪- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક વોર્ડમાં કોંગ્રેસ ઈંગ્લિશ મીડિયમ સહિતની મોર્ડન સ્કૂલોનું નિર્માણ કરી વિધાર્થીઓને ફી એજ્યુકેશન ( મફત શિક્ષણ ) આપશે .
૫- મહિલાઓ, પોલીસ અને આર્મીમેનને સિટીબસમાં કોંગ્રેસ શાસનમાં મફત મુસાફરીનો લાભ મળશે .
૬- ગાંધીનગર શહેરમાં મિલકતવેરા ( પ્રોપર્ટી ટેક્ષ ) ના માળખાની પુનઃ સમીક્ષા કરાશે .
૭- ગાંધીનગર કોર્પોરેશનમાં નવા સમાયેલા ગામડાં અને વિસ્તારોને શહેરી સુવિધાઓ ન પહોંચે ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં લેવાય
૮- ગાંધીનગરના દરેક વોર્ડમાં કોંગ્રસ આધુનીક સુવિધા સાથે મફત સારવાર આપતા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોનો પ્રારંભ કરશે
૯-ગાંધીનગરને કોંગ્રેસ યુથ આઈકોન સીટીનો દરજ્જો આપી સ્પોર્ટસ , જીમ , કલ્ચર , મીડીયા સહિતની યુથ પ્રવૃત્તિઓની તાલીમ અને પ્રોત્સાહન અપાશે .
૧૦- વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવાની પ્રક્રિયા સ્થગિત કરી કોંગ્રેસ લાખો વૃક્ષોનું વાવેતર કરી ફરીથી ગાંધીનગરને ભારતનું નં . ૧ ગ્રીનસિટી બનાવશે .
૧૧-કોંગ્રેસ વસતી ન હોય તેવા બંજર સ્થળે ડમ્પીંગ સાઈડ ખસેડશે . ભૂખ્યાને ભોજન , ઘાયલ જીવો માટે મોબાઇલ સર્વિસ અને ગાય માતા માટે સેવા કેન્દ્રો માટે કોંગ્રેસની પ્રતિબધ્ધ રહેશે
૧૨- સમસ્ત શહેરમાં ફ્રી વાઇફાઇ અપાશે
૧૩-ઘરદીઠ એક લાખનો ફ્રી પર્સનલ એકસીડન્ટ વીમો અપાશે.