બુધવારે 22 કેરેટ સોનાનો ભાવ 44200 પ્રતિ 10 ગ્રામ હતો જે મંગળવારે પણ આટલો જ હતો.
તો 24 કેરેટ સોનાનો ભાવ 45200 રૂપિયા 10 ગ્રામ હતો.
22 અને 24 કેરેટ સોનાના ભાવમાં 1000 રૂપિયાનો જ ફરક છે.
જ્યારે ચાંદીની કિંમત 65000 રૂપિયા પ્રતિ કિલો છે.
સોનાનો આજનો ભાવ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 44550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 48600 પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નઇમાં 22 કેરેટ સોનાનો ભાવ 42570 રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 46450 રૂપિયા છે.
કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 44630 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 47320 રૂપિયા છે.
સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત
બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 0.40 ટકાનો ઘટાડો થયો અને 1736 ડૉલર પ્રતિ ઔંસ પર સોનુ આવી ગયુ છે.
ચાંદીનો આજનો ભાવ
સર્રાફા બજારમાં આજે ચાંદીની કિંમત 65000 પ્રતિ કીલો છે.
દેશના અલગ અલગ શહેરોમાં દિલ્હી, મુંબઇ, ચેન્નઇ અને કોલકાતામાં અલગ અલગ ભાવ છે.
સોનાનો મંગળવારનો ભાવ
દિલ્હી સર્રાફા બજારમાં સોનાનો ભાવ વધી ગયો છે આજે 0.40 ટકાની તેજી સાથે 45530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ થઇ ગયો છે જ્યારે ઇન્ટરનેશનલ બજારમાં 0.3 ટકા વધીને 1733.31 ડોલર પ્રતિ ઔંસ રહ્યું હતુ.
ચાંદીનો મંગળવારનો ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે.
0.68 ટકાની તેજી સાથે ચાંદી 65003 પ્રતિ કિલો પર આવી ગઇ છે.
સોનાની કિંમતમાં 7 ઓગસ્ટ 2020ના ભાવથી 26 માર્ચ 2021 સુધીમાં 12,927 રૂપિયાના ઘટાડા સાથે 44,081 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા હતા, તો ચાંદીમાં 7 ઓગસ્ટ 2020ના દિવસે ભાવ 77,840 થયાં હતા.
જેમાં ગત શુક્રવારે 13,564 રૂપિયા ઘટીને 64,276 રૂપિયા પર પહોંચ્યા હતા.
કેમ ઘટ્યા સોના-ચાંદીના ભાવ?
નિષ્ણાંતોના મતે જેમ-જેમ દુનિયાભરમાં કોરોના વેક્સિનેશન અભિયાને ગતિ પકડી છે, એવી જ રીતે લોકો પણ અન્ય સ્થળે રોકાણ કરવાનું વિચારી રહ્યા છે.
જેના કારણે સોનાના ભાવમાં આ ઘટાડો નોંધાયો છે.
આ ઘટાડાની સ્થિતિ લાંબા સમય સુધી આ પ્રકારે જ જોવા મળશે.
લાંબા સમયના રોકાણથી થશે ફાયદો
રોકાણકારોનો એક મોટો વર્ગ પણ છે, જેઓ જાણવા માંગે છે કે હાલના ભાવે સોનામાં રોકાણ કરવું સલામત રહેશે કે કેમ.
શું તેઓ આ તકનો લાભ લઈ શકે છે અને લાંબા ગાળા માટે રોકાણ કરીને મજબૂત નફો મેળવી શકે છે.
આના પર નિષ્ણાતો કહે છે કે, ડોલરના ભાવમાં હાલ સ્થિરતા જોવા મળી રહી છે.
ત્યારે ડોલરના ભાવ જ્યારે ઘટશે ત્યારે સોનાના ભાવમાં પણ હજી ઘટાડો નોંધાશે.
માટે લાંબા ગાળા સુધી રોકાણ કરનારને ફાયદો થશે.