રાજયમાં હાલ કોરોના એટલી હદે વકર્યો છે કે આરોગ્ય તંત્રને શરમજનક સ્થિતિમાં મુકાવું પડી રહ્યું છે.
આવોજ એક કિસ્સો સુરતમાંથી બહાર આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં હાલ કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બનતા વેન્ટીલેટરની જરૂરીયાત વધી છે ત્યારે રાજય સરકારનાં આદેશ મુજબ ગઈકાલે વલસાડ સિવીલ હોસ્પીટલમાંથી સુરત વેન્ટીલેટર મોકલવામાં આવ્યા હતા.
જોકે આ વેન્ટીલેટરની હેરફેર દરમ્યાન આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી બહાર આવી છે.
વલસાડ સિવીલ હોસ્પીટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પીટલમાં 9 વેન્ટીલેટર મોકલવામાં આવ્યા હતા.
સુરત મ.ન.પા તરફથી વેન્ટીલેટર લેવા માટે જે વાહન મોકલવામાં આવેલ હતું.
તેને લઈ સવાલો ઉઠયા છે.
મ.ન.પા.માં કચરો ઉપાડવા માટે જે ટેમ્પોનો ઉપયોગ કરવામાં આવે છે.
ટેમ્પો વેન્ટીલેટર લેવા માટે મોકલ્યો હતો.
આ ટેમ્પોમાં વેન્ટીલેટરને પેક કર્યા વિના જ સુરત રવાના કરાયા હતા.
વલસાડથી સુરત કચરાની ગાડીમાં વેન્ટીલેટર મોકલાયા હોવાના મામલાની ગંભીરતા સમજી વલસાડ કલેકટરે તપાસનાં આદેશ આપી તાકીદે રીપોર્ટ રજુ કરવા સુચના આપી છે.