ફેસબુક ના ડેટા લીક બાદ અનેક પ્રશ્નો ઉભા થયા છે.
ફેસબુક ની સિક્યોરિટી અનેક યુઝર્સ ના ડેટા સંભાળી શકવા માં નિષ્ફળ જણાઈ.
53 કરોડ થી પણ વધુ લોકો ના ડેટા લીક થયા જેમાં ફેસબૂક ના સીઇઓ માર્ક ઝુકરબર્ગ પણ સામેલ છે.
ડેટા માં યુઝરઆઇડી , બર્થડેટ, લોકેશન, મોબાઈલ નંબર, મેરેજ ડિટેલ્સ સહિત ની જાણકારીઓ હતી.
ઝુકરબર્ગ નો મોબાઈલ નંબર લીક થયો હોવાથી તેમની પ્રાઇવેટ વાતો બહાર આવી હતી.
જેમાં તેઓ કયો ચેટિંગ એપ વાપરે છે પણ જાણવા મળ્યું છે.
એક સિકયુરિટી રિસર્ચર એ જણાવ્યું કે ઝુકરબર્ગ Signal નામ નો ચેટિંગ એપ વાપરે છે.
Whatsapp ની પ્રાઈવસી પોલિસી વિશે વિવાદ પર ઝુકરબર્ગ નો એવો ચેટિંગ એપ યુઝ કરવો વિવાદ સર્જી શકે છે જે તેમની કંપની નો નથી.
સિક્યોરિટી એક્સપર્ટ ડેવ વોકર એ ટ્વીટર પર એક સ્ક્રીનશોટ શેયર કર્યો જેમાં ઝુકરબર્ગ નો લીક થયેલો મોબાઈલ નંબર અને ઝુકરબર્ગ Signal એપ પર છે તે જોવા મળે છે.
ડેટા લીક માં ફેસબૂક ના કો- ફાઉન્ડર ક્રિસ હગસ અને ડસ્ટીન મોસ્કોવિટ્સ ની પણ માહિતી લીક થઈ છે.
ડેવ વોકર ના જણાવ્યા પ્રમાણે ઝુકરબર્ગ ની સાથે સાથે 53 કરોડ લોકો ના ડેટા લીક થયા.
સિક્યોરિટી એક્સપર્ટ એલોન ગાલ ના જણાવ્યા અનુસાર ડેટા લીક 2020 માં થયો હતો.
કારણ ફેસબૂક માં આવેલો એક બગ હતો, જેના લીધે યુઝર્સ ના એકાઉન્ટ ની સાથે તેઓ ના મોબાઈલ નંબર દેખાતા હતા.
ફેસબુક ના જણાવ્યા પ્રમાણે આ બગ ને 2019 માં ફિક્સ કર દેવા માં આવ્યો હતો.
53 કરોડ લોકો માં 60 લાખ ભારતીયો પણ સામેલ છે