ભારત માં વધતી જતી બેરોજગારી ને રોકવા સરકાર દ્વારા ખુદ નો ધંધો ખોલવા માટે સારી તક આપવા માં આવી છે.
જે લોકો ખુદ નો ધંધો ખોલવા ઈચ્છતા હોય પણ પૈસાની તંગી ને કારણે આગળ વધતા અટકાય છે તેમની માટે સરકારે વેપાર શરૂ કરવા નો માર્ગ મોકળો કર્યો છે જેનેરીક મેડિકલ સ્ટોર કે જન ઔષધિ કેન્દ્ર શરૂ કરી આપી ને.
જન ઔષધિ કેન્દ્ર ખોલવા નો ખર્ચ 2.50 લાખ રૂપિયા થાય છે જે તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવા માં આવશે.
વર્ષ 2015 ના રોજ શરૂ કરવા માં આવેલી આ ‘ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના’ દેશ માં સાડા પાંચ હજાર જેટલા જન ઔષધિ કેન્દ્રો ખોલવા માં આવ્યા છે.
આ કેન્દ્રો ખોલવા નું સરકાર નું ઉદ્દેશ્ય એક તો દવાઓ નો ખર્ચ ઓછો કરવા નો અને બેરોજગારી ને ઓછો કરવા નો છે.
આ કેન્દ્રો માં 90 ટકા સુધી ના ઘટાડા માં જનેરીક દવાઓ ઉપલબ્ધ છે.
આ સ્ટોર ખોલવા માટે સરકાર એ 3 કેટેગરી અથવા વર્ગ નું નિર્માણ કર્યું છે.
1) પહેલો વર્ગ કોઈ પણ વ્યક્તિ,ફાર્માસિસ્ટ, ડૉક્ટર અથવા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસ સ્ટોર શરૂ કરી શકે છે.
2) બીજા વર્ગ માં ટ્રસ્ટ, એનજીઓ, ખાનગી હોસ્પિટલ, સોસાયટી,સ્વ-સહાય જૂથ ને રાખવા માં આવ્યા છે.
3) ત્રીજા વર્ગ માં રાજ્ય સરકાર દ્વારા નામાંકિત એજન્સીઓને મૂકવામાં આવી છે.
અહીં વર્ગ પ્રમાણે સ્ટોર ખુલશે અને તે જ પ્રમાણે સરકાર તરફ થી સહાયતા મળશે.નોંધ લેવા જેવી બાબત એ છે કે તમને માત્ર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ના નામે જ સ્ટોર ખોલવા ની મંજુરી મળશે.
દવાની દુકાન ખોલવા માટે 120 ચોરસ ફૂટ વિસ્તાર જરૂરી છે.
અને શરૂઆત માં સરકાર દ્વારા 900 જેટલી દવાઓ ની સહાય પણ મળશે.
જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે પહેલા ફોર્મ ભરીને અરજી કરવાની રહે છે.
રિટેલ ડ્રગ સેલ્સનું લાઈસન્સ પણ જન ઔષધિ કેન્દ્ર ના નામે લેવાનું રહેશે.
ઈચ્છુક એ http://janaushadhi.gov.in/online_registration.aspx માં કરવા ની રહેશે .
જે બાદ અરજીને બ્યૂરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજરના નામથી મોકલવાનું રહેશે.