ઝાયડસ કેડિલાએ સોમવારે જણાવ્યું કે, પેગીલેટેડ ઇન્ટરફેરોન આલ્ફા-2બીના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં આ દવા કોવિડ-19ના ઇલાજ માટે અસરકારક સાબિત થઇ છે.
કંપનીની આ દવાને પેગીહેપ બ્રાન્ડના નામથી વેચાણ કરવામાં આવે છે.
કંપનીએ કહ્યું કે, જે શરૂઆતના પરિણામો સામે આવ્યા છે તેનાથી ખબર પડે છે કે, શરૂઆતમાં તેનો ઉપયોગ કરવાથી કોવિડ-19ના દર્દીઓ પર અસરકર્તા સાબિત થયો છે.
સાથે જ દર્દીને કોઇ તકલીફ પણ પડતી નથી.
માર્ચની શરૂઆતમાં, ઝાયડસ કેડિલાએ તેની રેમડેસીવર દવાના સામાન્ય સંસ્કરણના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
જે બાદ કંપનીએ કોવિડ -19 ની દવાના જેનરિક વર્ઝનની કિંમત ઘટાડીને 840 રૂપિયા પ્રતિ બોટલ (100 એમજી) કરી દીધી છે.
કંપનીએ ઓગસ્ટ 2019 માં દેશમાં રેમડેક રજૂ કરી.
તે સમયે, ઈંજેક્શન તરીકે આપવામાં આવતી આ દવાના 100 મિલિગ્રામની બોટલની કિંમત 2800 રૂપિયા હતી.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં રવિવારે ગુજરાતમાં કોરોનાના 2875 કેસ નોંધાયા છે અને 2024 દર્દીઓ સાજા થયાં છે.
આ સાથે જ અત્યાર સુધીમાં 2,98,737 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
તો આજે 14 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4566 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.
ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.