અમદાવાદમા શહેરમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ હવે એલર્ટ બની ગઈ છે.
અમદાવાદમાં 9 વાગ્યા બાદ પોલીસ કર્ફ્યૂનું પાલન કરાવવા રોડ પર ઉતરી છે.
મોટી સંખ્યામાં પોલીસ કાફલો કર્ફ્યૂનું કડક પાલન કરાવતી નજરે પડી હતી.
અમદાવાદમાં તમામ ચેક પોસ્ટ કર્ફ્યૂનું કડક અમલીકરણ થઈ રહ્યું છે.
રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિકર્ફ્યૂ અમલમાં છે તે આગામી 15 એપ્રિલ’21 સુધી યથાવત રહેશે તેમ ગૃહના અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું.
મહાનગર અમદાવાદમાં રહેતા લોકો માટે મહત્વના અને રાહત આપનારા સમાચાર છે.
અમદાવાદમાં વસતા હશે તે લોકોને બહારના રાજ્યોથી પરત ફરતી વખતે RT-PCR ટેસ્ટ બતાવવો ફરજિયાત નહીં રહે.
અમદાવાદના વસવાટનું ઓળખપત્ર હશે તો તે માન્ય રહેશે.
અમદાવાદના લોકોને રાહત આપતો આ નિર્ણય AMCએ કર્યો છે.
અને જેનો 6 એપ્રિલથી અમલ શરૂ થઇ જશે.
તમને જણાવી દઇએ કે ગુજરાતમાં કોરોનાના કેસ વધતા બહારના રાજ્યોથી આવવા પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે.
એવામાં ગુજરાત સરકારે કોરોના પર કાબૂ મેળવવા વધુ એક મોટો નિર્ણય લીધો છે.
સરકારે બહારના રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે.
એક એપ્રિલથી આ નિયમ અમલી બન્યો છે.
એક એપ્રિલ બાદ અન્ય રાજ્યના મુસાફર રિપોર્ટ વગર ગુજરાતમાં પ્રવેશ કરી શકશે નહીં.