કોરોનાનો કહેર દુનિયાભરમાં ચાલી રહ્યો છે અને ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં કોરોનાના કારણે ભયાનક સ્થિતિ સર્જાઈ છે.
ભારતની જેમ બાંગ્લાદેશમાં પણ કોરોનાએ પકડેલી રફતારના પકડે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે.
બાંગ્લાદેશમાં એક જ દિવસમાં 7000 જેટલા કોરોનાના દર્દીઓ સાેમ આવ્યા હતા.બાંગ્લાદેશમાં કોરોનાથી હજારો લોકો જીવ ગુમાવી ચુક્યા છે અને આઉટ ઓફ કંટ્રોલ થઈ રહેલા કોરોનાને રોકવા માટે બાંગ્લાદેશ સરકારે દેશમાં સાત દિવસનુ લોકડાઉન લગાવવાનુ નક્કી કર્યુ છે.
પાંચ એપ્રિલ એટલે કે રવિવારથી આ લોકડાઉન લાગુ કરાશે.દેશમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા બાદ પીએમ શેખ હસીનાએ સંસદમાં નિવેદન આપીને લોકોને સાવધાની રાખવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યુ હતુ કે, સરકાર વાયરસ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી છે પણ તેમાં લોકોની મદદની પણ એટલી જ જરુર છે.
બાંગ્લાદેશ સરકારે જાહેર કર્યુ છે કે, સરકારી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓ કામ કરશે.
જ્યારે તમામ પ્રકારના જાહેર કાર્યક્રમો પર પણ રોક લગાવી દેવાઈ છે.