ગુજરાતમાં શુક્રવારે 2640 કેસ નોંધાયા છે. 2066 દર્દીઓ સજા થયા છે.જ્યારે કુલ 11 લોકોના મોત નિપજ્યા છે. અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે સૌથી વધુ કેસ અમદાવાદમાં 621 કેસ નોંધાય છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. ધીરે ધીરે રાજ્યમાં કોરોના ઓલ ટાઈમ હાઈ થઈ રહયો છે. તમામ લોકો કોરોનાની ઝપેટમાં આવી રહયા છે. અત્યાર સુધીમાં 13559 કેસ એક્ટિવ છે અને 158 દર્દીઓ વેન્ટિલેટર પર છે.13401 વ્યક્તિઓ સ્ટેબલ હાલતમાં છે. અત્યાર સુધીમાં કુલ 57 લાખ 75 હજાર 904 લોકોને પ્રથમ ડોઝનું વેકસીન અને 7 લાખ 30 હજાર 124 વ્યક્તિઓને બીજા ડોઝનું વેકશીનેસ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં 4 લાખ 40 હજાર 436 લોકોને રસી આપવામાં આવી છે. રસીકરણ માટે ખાસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અગ્રીમતા આપી રહયા છે.અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. ધીરે ધીરે હોસ્પિટલો ભરવા લાગી છે ત્યારે જો આજ પરિસ્થતી રહી તો સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ જલ્દી જ ભરાઈ જશે. રોજના 150 જેટલા દર્દીઓ અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ રહયા છે. જે પણ દર્દીઓ આવે છે તેમને ઓક્સિજનની જરૂર વધારે પડી રહી છે.ખાનગી હોસ્પિટલમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદમા અલગ અલગ 91 ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવી દેવામા આવી છે.