દેશમાં કોરોનાના સંક્રમણથી મચેલા હાહાકાર વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે.
આ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ વકરી શકે છે
જેમાં હજારો લોકો ઉમટી રહ્યા છે તો નેતાઓ પણ પૂરજોશમાં કોરોનાની ચિંતા કર્યા વગર પ્રચાર કરી રહ્યા છે.
તેવી ચિંતાઓ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (priyanka gandhi) કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા બાદ હવે આઈસોલેટ થયા છે.
ખુદ પ્રિયંકા ગાંધીએ આજે સોશિયલ મીડિયા (social media) પર આ વાતની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યુ હતુ કે, કોરોનાના સંક્રમણના દાયરામાં આવવાના કારણે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.જોકે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
આમ છતા ડોક્ટરોએ સલાહ આપી હોવાથી હું આગામી કેટલાક દિવસો સુધી આઈસોલેશનમાં રહીશ.
જેના કારણે હું આગામી કેટલાક દિવસો સુધી ચૂંટણી પ્રચાર નહીં કરી શકું.
જેના કારણે મારો આસામ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
અહીંયા જે ઉમેદવારો માટે હું પ્રચાર કરવાની હતી તેમના માટે હું દીલગીરી વ્યક્ત કરુ છું પણ મને આશા છે કે, આ ઉમેદવારો વિજયી બનશે અને કોંગ્રેસ (congress) પણ વિજેતા બનશે.