અમેરિકામાં વિદેશી પ્રોફેસનલ્સ માટેના વિઝા (VISA) પરનો પ્રતિબંધ હટ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પે 31 માર્ચ 2021 સુધી પ્રતિબંધ લગાવ્યો હતો.
અમેરિકાએ H1-B વિઝા પરનો પ્રતિબંધ હટાવ્યો
ભારતના આઈટી પ્રોફેસનલ્સ માટે રાહતના સમાચાર એ છે કે અમેરિકામાં વિદેશી પ્રોફેસનલ્સને આપવામાં આવેલા વિઝા પરના પ્રતિબંધ હટી ગયા છે.
જેમાં H1-B વિઝા પણ સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આના પર 31 માર્ચ 2021 સુધી પ્રતિબંધ લગાવ્યો હતો.
બાયડન પ્રસાશને 1 એપ્રિલે કોઈ નવી અધિસૂચનાઓ જારી કરી નથી. ગત વર્ષ જૂનમાં ડોનાલ્ડ ટ્રમ્પના એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.
જેમાં એચ 1 બી સહિત અન્ય વિદેશી વર્ક વિઝાધારકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
ટ્રમ્પે અમેરિકનોની નોકરી બચાવવા માટે આ પગલુ ભર્યુ હતુ. જેમને કોરોનામાં નોકરી ગુમાવી દીધી હતી.
વિદેશી પ્રોફેશનલ્સને(Foreign Professionals) આપવામાં આવનારા અસ્થાયી ગેર કાયદેસર વિઝા તમામ શ્રેણીમાં એચ 1બી સૌથી વધારે પ્રખ્યાત છે. એ બાદ એલ1 અને એચ2બી વિઝા આવે છે.
આઈટી ક્ષેત્રમાં એક્સપર્ટ્સ પ્રોફેસનલ્સને એચ 1બી અને અન્ય વર્ક વિઝા આપવામાં આવે છે. અમેરિકાએ તેની ટીકા કરી હતી. પરંચુ અમેરિકાએ સસ્તામાં શ્રમ માટે તેની પરવાનગી આપી છે.
આનું મોટું કારણે સૌથી વધારે આઈટી પ્રોફેસન્સલ્સ (Foreign Professionals) ભારત અને ચીન જેવા દેશોના છે.
તેમની કાર્ય કુશળતાના કારણે અમેરિકન કંપનીઓને ઘણો ફાયદો થાય છે.
ગ્લોબલ આઈટી કંપની (Global IT company) અને દિગ્ગજોએ આ નિર્ણયની ટીકા કરી હતી. તેમનું કહેવું હતું કે એચ 1 વિઝાથી અમેરિકન અર્થવ્યવસ્થાને હંમેશા ફાયદો રહેશે.
વિદેશી પ્રોફેસનલ્સે ન ફક્ત અમેરિકાની અર્થવ્યવસ્થાને સફળ બનાવી છે બલ્કે તેને આ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવ્યું છે.
જો બાયડનના પદ પર આવતા આઈ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોએ ટ્રમ્પના આ નિર્ણયને પાછો લેવા ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકા દર વર્ષે 85 હજાર એચ 1બી જારી કરી શકે છે.
જેમાંથી 65 હજાર એ પ્રોફેશનલ્સને મળે છે જે વિદેશી સૌથી વધારે કુશળ હોય છે.
બાકીના 20 વીઝા ઉચ્ચ કુશળ વિદેશી કામગારોને મળ છે. જેમની પાસે અમેરિકન વિશ્વવિદ્યાલયમાંથી ઉચ્ચ શિક્ષણ અથવા માસ્ટર્સની ડિગ્રી હોય છે.
નોંધનીય છે કે ભારતીય આઈટી કંપની અમેરિકન એચ1 બી વિઝા(American H1B visa) વ્યવસ્થાની સૌથી મોટી લાભાર્થી રહી છે.
અને 1990 બાદથી દરેક વર્ષે આ વિઝાનો મોટો ભાગ તેમના ખાતામાં આવે છે.
મોટા ભાગના ભારતીયોએ એચ 1 બી અને એલ 1 જેવા વર્ક વિઝા પર નિર્ભરતા ઓછી કરી નાંખી છે. તેમ છતાં આ પણ ભારતીય પ્રોફેશનલ્સની વચ્ચે બહું લોકપ્રિય છે.