મહારાષ્ટ્ર સરકાર આજે એક મોટો નિર્ણય જાહેર કરી રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી શકે છે. કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા કેસને લઈને સરકાર ફરીથી લોકડાઉન લગાવવાનો નિર્ણય લઇ શકે છે. હાલ કેટલાંક જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ લાગુ કરી દેવાયો છે. મહત્વનું છે કે ગુરુવારે મુંબઈમાં કોરોનાઆ 8 હજાર નવા કેસ સામે આવ્યા છે.મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોનાના 43 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. મહામારી શરૂ થયા બાદ એક દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે.પ્રદેશમાં કુલ કેસની સનાખ્ય 28 લાખ 56 હજારને પર થઇ ગઈ છે. જયારે એપ્રિલમાં 249 લોકોના મોત થયા છે. જે ગત વર્ષે ઓક્ટોબર બાદ થયેલ મૃત્યુનો સૌથી વધુ આંકડો છે. કોરોના વાયરસને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 54898 લોકોએ જીવ ગુમાવ્યા છે.મહારાષ્ટ્રના પુણે શહેર દેશમાં સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત છે. અને અહીં સ્થિતિ વધુને વધુ વિસ્ફોટક થઇ રહી છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું કે રાયમાં અત્યારસુધીમાં 62,45,860 લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યું છે. એક સત્તાવાર નિવેદન મુજબ બુધવારે 2,16,211 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
Trending
- ઋષભ પંત બીજી ટેસ્ટ નહીં રમે? આ શાનદાર ખેલાડીને ન્યુઝીલેન્ડ સામે સ્થાન મળશે
- ભારત સાથે ગડબડ બાદ માલદીવ મુશ્કેલીમાં મુકાયું, ડોલરના વ્યવહારો પર પ્રતિબંધ લગાવ્યો
- મોદી સરકારમાં શિવરાજ સિંહ ચૌહાણનો પ્રભાવ વધ્યો, PMએ તેમને સોંપ્યું ખાસ કામ
- NSE એ દિવાળી મુહૂર્ત ટ્રેડિંગનો સમય જાહેર કર્યો, આ વર્ષે 1 નવેમ્બરે થશે ટ્રેડિંગ
- સોમવારે આ રીતે ભગવાન શિવના આશીર્વાદ મેળવો, કીર્તિ અને સંપત્તિમાં વધારો થશે.
- આ વિટામીનની ઉણપને કારણે આંખોની રોશની થાય છે નબળી, જાણો કેવી રીતે સુધારી શકાય દૃષ્ટિ?
- આજનું પંચાંગ 21 ઓક્ટોબર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિવાળા લોકોને નોકરીની તકો મળશે, વાંચો તમારું દૈનિક રાશિફળ