વેક્સિન બનાવનારી અમેરિકી કંપની ફાઇઝર ઇંક અને બાયોનટેક એસઈ એ હાલમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર વેક્સિનની ટ્રાયલ શરૂ કરી હતી. કંપનીએ દાવો કર્યો છે કે 12 વર્ષથી 15 વર્ષના બાળકો માટે કોરોના વેક્સિન 100 ટકા અસરકારક છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના યુવાઓને ફાઇઝરની વેક્સિન આપવામાં આવી રહી છે.
કંપનીને આશા છે કે 2022 સુધી રસીકરણની ઉંમરને વધારી દેવામાં આવશે. ભારતમાં હાલ 45 વર્ષથી વધુ ઉંમર અને ફ્રંટલાઇન વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. બાળકોને રસી આપવામાં આવી રહી નથી.
મોડર્ના ઇંકે પણ પાછલા સપ્તાહે આવી એક ટ્રાયલ લોન્ચ કરી હતી. 6 મહિના સુધીના બાળકોને રસી આપવામાં આવી હતી. વર્તમાનમાં માત્ર Pfizer / BioNTech વેક્સિનનો ઉપયોગ સંયુક્ત રાજ્ય અમેરિકામાં 16 અને 17 વર્ષના બાળકો માટે કરવામાં આવી રહ્યો છે. મોડર્નાના ડોઝ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહ્યાં છે.