Vadodara water supply cut : ફરી એકવાર વડોદરા શહેરમાં જળસંકટની સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ પાલિકા તંત્રએ શહેરીજનોને પાણીનો વ્યય ન કરવા અપીલ કરી છે. બીજી તરફ વડોદરામાં મુખ્ય લાઇનમાં ભંગાણના કારણે પાણીકાપ મુકાયો છે. જેના પગલે શહેરની લાખો જનતાને પાણી વિહોણા રહેવાનો વારો આવ્યો છે.
વડોદરા શહેરમાં આકરા ઊનાળા વચ્ચે ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આજથી 2 દિવસ પાણીકાપ મુકવામાં આવ્યો છે. ફાજલપુરની મુખ્ય લાઇનમાં ભંગાણના કારણે પાણીકાપ મુકાયો છે. લાઈનનું સમારકામ હોવાથી 2 દિવસ પાણીકાપ મુકાયો છે. ઉત્તર અને દક્ષિણ વિસ્તારના 5 લાખ લોકોને બે દિવસ પીવાનું પાણી નહીં મળે.
છાણી, નવાયાર્ડ, સિંધવાઈ માતા રોડ, માંજલપુર ગામ, દંતેશ્વર ગામ, બકરાવાડી વિસ્તારને બે દિવસ પાણી નહીં મળે. ફતેગંજ, નાગરવાડા, રાજમહેલ રોડ, સલાટવાડા સહિતના વિસ્તારોને પણ પાણીકાપના પગલે અસર થશે.