નવી દિલ્હી: ઓડિશામાં પોલીસ (Odisha police)ની માનવતા મરી પરવારી હોય તેવો એક બનાવ ધ્યાનમાં આવ્યો છે. આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા (Superintendent of Police)એ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ(Rina Baksala) ને સસ્પેન્ડ કરી દીધા છે. મયુરભંજ જિલ્લાના પોલીસ વડા સ્મિથ પરમારે (Smith Parmar) સરત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રીના બક્સાલાને રવિવારે એક આઠ મહિનાની પ્રેગ્નેન્ટ મહિલાને ત્રણ કિલોમીટર સુધી ચાલવા માટેની ફરજ પાડવાના ગુનામાં સસ્પેન્ડ કરી દીધા છે.મહિલા અને તેના પતિને ત્રણ કિલોમીટર સુધી ચાલવાની ફરજ પાડવાથી મહિલાની તબિયત બગડી હતી. આ દરમિયાન ખૂબ જ તડકો હોવાથી મહિલાને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવી પડી હતી. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીને ફરિયાદ કરવામાં આવ્યા બાદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સામે પગલાં ભરવામાં આવ્યા છે. આટલું જ નહીં, તેમની સામે ખાતાકીય તપાસનો પણ આદેશ કરાયો છે.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ