સુશાંતસિંહ રાજપુતના મૃત્યુ બાદ બોલિવુડમાં ડ્રગ્સની માયાજાળનો ભાંડો ફૂટ્યો હતો. એકબાદ એક સ્ટાર્સના નામ આ કેસમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે થોડા સમય પહેલા NCB અર્જન રામપાલના ઘરે દરોડા પાડ્યા હતા અને શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી હતી. ત્યારે આજે એનસીબીએ એવી શંકા વ્યક્ત કરી છે કે, અર્જૂન રામપાલ દેશ છોડીને ભાગી શકે છે.
ગત નવેમ્બર અભિનેતા અર્જુન રામપાલના ઘરે રેડ પડી હતી. તેમના ઘર પરથી પ્રતિબંઘિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને જેલ જવું પડ્યું હતું. તે કેસમાં જ અર્જુન રામપાલને લઇને મોટો ખુલાસો થયો છે.નોર્ટોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એટલે કે NCBની ચાર્જશીટમાં અર્જુન રામપાલની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી રહી છે. આ મામલે જ NCBને શંકા છે કે, અર્જુન રામપાલ દક્ષિણ આફ્રિકા ભાગી શકે છે.
NCBએ લેટરમાં શું કહ્યું ?
NCBએ દક્ષિણી આફ્રિકાને એક લેટર લખીને કહ્યું, જે કેસમાં રિયાની ધરપકડ થઇ છે. તે જ ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલ એક શંકાસ્પદ છે અને અમને શંકા છે કે તે ભારત છોડીને સાઉથ આફ્રિકા ભાગી શકે છે.એનસીબીએ અપીલ કરી છે કે જો તે વિઝા અરજી કરે તો કાયદા મુજબ આ મુદ્દે નિર્ણય લેવાય. અર્જુન રામપાલની પત્નીના ભાઇની ધરપકડ પણ ડ્રગ્સ કેસમાં જ થઇ છે. જે આફ્રિકી નાગરિક છે. NCB બે વખત ડ્રગ્સ કેસ માટે અર્જુન રામપાલની પૂછપરછ કરી ચૂકી છે. જો કે અર્જુન રામપાલે ઘરેથી મળેલી દવાને તેમના ડોગી અને તેની બહેનની એક્ઝાઇટી ની દવા ગણાવી હતી.