Surat Diamond Bourse: દુનિયાની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમન્સ બૂર્સને પીએમ મોદી દ્વારા ટૂંક સમય પહેલા ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. આ સુરત ડાયમંડ બૂર્સમાં રફ અને પૉલિશ્ડ બંને હીરાનો વેપાર થશે. આ અત્યાધુનિક બૂર્સમાં ઘણી અધ્યતન સુવિધાઓ છે, જે હીરા અને ઝવેરાતના વ્યવસાયને સરળ બનાવવા અને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે.
પરંતુ દુનિયાની સૌથી મોટી ડાયમંડ બિસનેસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં જ્યારે ચેરમેન પદેથી વલ્લભભાઈ લખાણીએ રાજીનામું આપ્યું ત્યારે હીરાઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો. હીરા ઉદ્યોગના લોકોને ચિંતા હતી કે હવે શું થશે ? કરોડો રૂપિયાના ખર્ચે બનેલું સુરત ડાયમંડ બુર્સને ક્યાંક તાળા તો નહીં લાગે ને ? પરંતુ આ બધાની વચ્ચે વધુ એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે.
સુરત ડાયમંડ બૂર્સ ની નવીન કોર કમિટી ની રચના કરવામાં આવી છે.
સુરત ડાયમંડ બુર્સ ની નવી ટીમની રચના કરવામાં આવી છે જેમાં જૈન સમાજ અને પાટીદાર સમાજ નું બૅલેન્સ કરવામાં આવ્યું છે. ગત રોજ સુરત ડાયમંડ બુર્સના ડાયરેક્ટર, કોર કમિટી મેમ્બર સહિત જનરલ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ માં સુરત ડાયમંડ બુર્સના ડાયરેક્ટર ગોવિંદભાઇ ધોળકિયા કે જેઓ SRK ડાયમંડના સ્થાપક છે અને બધાને સાથે લઇને ચાલનારા વ્યક્તિ છે એવા ગોવિંદભાઈ ધોળકીયા ને નવા ચૅરમૅન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આ નિર્ણય ઉપસ્થિત દરેક કમિટી મેમ્બરોની સર્વાનુમતિથી કરવામાં આવ્યો.
સુરત ડાયમંડ બુર્સ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું સ્વપ્ન છે.
સુરત ડાયમંડ બૂર્સમાં IMPORT – EXPORT માટે આધુનિક કસ્ટમ ક્લિયરન્સ હાઉસ, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ, ઇન્ટરનેશનલ બેન્કિંગ ફેસિલિટી અને સેફ ડિપોઝીટ વૉલ્ટ વગેરે ની સગવડ છે. આ સુરત ડાયમંડ બૂર્સનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ તરીકે નોંધાયેલું છે. આ બિલ્ડિંગ 67 લાખ ચોરસ ફૂટમાં બનેલી છે અને તેના નિર્માણમાં અંદાજિત 3500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બિલ્ડિંગમાં 15 માળના 9 ટાવર છે. જેમાં 300 ચોરસ ફૂટથી લઈને 1 લાખ ચોરસ ફૂટ સુધીની હજારો ઓફિસો બનાવવામાં આવી છે.
સુરત ડાયમંડ બૂર્સ ની નવીન કોર કમિટી માં કોણ કોણ છે ?
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદે ડાયમંડ ઉદ્યોગ અગ્રણી, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઇ ધોળકીયાની વરણી કરવામાં આવી છે. અને વાઈસ ચેરમેન તરીકે ધર્મનંદન ડાયમંડ પ્રા.લિ.ના લાલજીભાઇ પટેલ, સુરત ડાયમંડ બુર્સ સર્વિસ કો.ઓ. સોસાયટીના પ્રમુખ તરીકે ધાનેરા ડાયમંડના અરવિંદભાઇ અજબાણી જેમને ડાયમંડ ઉદ્યોગમાં અરવિંદ ધાનેરા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વાઈસ પ્રેસિડન્ટ તરીકે HVK ઇન્ટરનેશનલ પ્રા.લિ.ના નાગજીભાઇ સાકરીયાને, અને વાઈસ પ્રેસિડન્ટ તરીકે એ. એન. ડાયમંડના અશેષભાઇ દોશીની નિમણૂક કરવામાં આવી છે.
કોણ છે સુરત ડાયમંડ બૂર્સ ની નવીન ચેરમેન ગોવિંદભાઇ ધોળકીયા
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન બનેલા ગોવિંદભાઇ ધોળકીયા એ ડાયમંડ ઉદ્યોગ અગ્રણી છે સાથે સાથે ભાજપે તેમને ગુજરાતથી રાજ્યસભા સાંસદ બનાવ્યા છે અને SRK ડાયમંડના સ્થાપક છે. ગોવિંદભાઈ ધોળકીયા બધાને સાથે લઇને ચાલનારા વ્યક્તિ છે. તેમના નામે કોઇ વિવાદ પણ નથી અને સમાજ, ઉદ્યોગ, દુનિયા લેવલે તેમના નામની પ્રતિષ્ઠા છે. જેને લઈને સુરત ના હીરા ઉદ્યોગમાં આશા જાગી કે હવે સુરત ડાયમંડ બુર્સને વાંધો નહીં આવે.
કોણ છે સુરત ડાયમંડ બૂર્સ સર્વિસ કો.ઓ. સોસાયટીના પ્રમુખ અરવિંદભાઇ અજબાણી
બનાસકાંઠા ના ગૌરવ સમા અને ડીસા ના વતની સુરત હીરા બજાર માં વરસો થી હીરા નો ધંધો કરનારી હીરા બજાર ની પ્રતિષ્ઠિત પેઢી ધાનેરા ડાયમંડ ના અરવિંદભાઈ અજબાણી ની સુરત ડાયમંડ બૂર્સ સર્વિસ કો.ઓ. સોસાયટીના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.
સુરત અને મુંબઈ માં ધાનેરા ડાયમંડ નામની પેઢી અરવિંદ અજબાણી, વિનોદ અજબાણી, શૈલેષ અજબાણી ના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સ્થાન ધરાવે છે. વિશ્વમાં જ્યારે કોરોના કાળમુખો બની રહ્યો હતો ત્યારે ધાનેરા ડાયમંડ ની બનાસકાંઠા માં સેવાઓને લોકો આજે પણ યાદ કરે છે અને જૈન પરિવાર ની આ પેઢી જૈન સમાજ ના કાર્યો તેમજ સેવાકીય કાર્યો માં હંમેશા આગળ રહે છે.
હવે કેવી છે તૈયારી Surat Diamond Bourse ને ધમધમતું કરવાની ?
સુરત ડાયમંડ બુર્સ ની માહિતી આપતા જણાવેલ કે, ગોવિંદભાઈ ધોળકીયાના નેતૃત્વ હેઠળ સર્વ કમિટી મેમ્બરોએ સાથે મળીને વહેલામાં વહેલી તકે સુરત ડાયમંડ બુર્સમાં ૫૦૦થી વધારે ઓફિસો એક સાથે ચાલુ થાય અને Surat Diamond Bourse ધમધમતું થાય તે માટે કટિબદ્ધતા દર્શાવી છે. સુરત ડાયમંડ બુર્સમાં સુવિધાપૂર્ણ અને આધુનિક કસ્ટમ હાઉસ તૈયાર થઈ ગયું છે. SDBમાં સેફ વોલ્ટ તથા ઇન્ટરનેશનલ બેન્કોની સુવિધા પણ કાર્યરત થઈ ચૂકી છે. Surat Diamond Bourse માં બિઝનેસ ચાલુ કરવા માટેના ઓફિસ ધારકોના સૂચનોને સાંભળીને તેનો ઝડપથી નિરાકરણ આવે તે માટે પ્રયત્નો કરવા માટે યોગ્ય પગલાં લેવાનું સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું છે