Vastu Tips: વૃક્ષ આપણી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. અમુક છોડ ઘરમાં પ્રગતિ લાવે છે. પરંતુ અમુક છોડ એવા પણ છે જો તેને યોગ્ય રીતે ન લગાવવામાં આવે તો ગરીબીનું કારણ બની શકે છે. જાણો એવા અમુક છોડ અને વૃક્ષ વિશે જે વાસ્તુની દ્રષ્ટિથી યોગ્ય નથી માનવામાં આવતા.
કાંટા વાળા છોડ
ઘરમાં ક્યારેય પણ કાંટા વાળા છોડ ન લગાવવા જોઈએ. કોઈ પણ પ્રકારના કેકટસના છોડ આપણે લગાવવા ન જોઈએ. જ્યારે તમારી અંદર સંતુલન ન હોય અથવા તો તમે એટલા મેચ્યોર ન હોય ત્યારે તો ખાસ કરીને આ છોડ ન લગાવવા જોઈએ.
જો તમારી અંદર આધ્યાત્મિક પ્રગાઢતા નથી તો આવા છોડ ન લગાવવા જોઈએ. એટલે કે આવા લોકો જેમનો ગુસ્સો ખૂબ જ વધારે છે. કંટ્રોલ નથી થતો. એવા લોકો જે ગુસ્સામાં કંઈ પણ બોલી કે કરી જાય છે.
હકીકતે સમજો કે જ્યોતિષ કે વાસ્તુમાં કોઈ પણ વસ્તુ સાચી કે ખોટી નથી હોતી. આપણે બધી વસ્તુ પોતાના હિસાબથી જોવી પડે છે. જેમ કે ઘણી વખત ઉપાય સ્વરૂપમાં ઘણી જગ્યા પર કેકટસના છોડ લગાવવામાં આવે છે. પરંતુ આ વ્યક્તિ અનુસાર નિર્ભર કરે છે. ગૃહસ્થ જીવનમાં ઘરમાં કાંટા વાળા છોડ એટલે કે પોતાના દુશ્મન વધારવાની વાત થાય છે.
બિલિપત્ર
ઘરની અંદર બિલિપત્રનું ઝાડ પણ લગાવવાનો ઈનકાર કરવામાં આવે છે. બિલિપત્રનું ઝાડ લગાવવાથી પ્રોપર્ટીના વિવાદ વધારે ઉત્પન્ન થાય છે. સાથે જ બિલિપત્રનું ઝાડ ઘરમાં લગાવવાથી સંઘર્ષ વધી જાય છે.
કેળાનું ઝાડ
જ્યોતિષ વાસ્તુ અનુસાર કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. પરંતુ યાદ રાખો કે કેળાના ઝાડ ક્યારેય ઘરની અંદર ન લગાવો. જે ઘરોની અંદર કેળાના ઝાડ હોય છે એવું જોવામાં આવ્યું છે કે તે ઘરના યુવક પ્રગતિ નથી કરતા. સમૃદ્ધિ નથી થઈ શકતા. આવા ઘરોના યુવકો બિઝનેસ ન ચલાવી શકવાના કારણે ડિપ્રેશનમાં જતા રહે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે તેમને આર્થિક રીતે પણ મુશ્કેલીઓ ઉઠાવવી પડે છે.
સુકાયેલા છોડ
ઘરની અંદર કોઈ પણ પ્રકારના સુકાયેલા છોડ ન રાખો. આ છોડ પણ જીવનમાં નકારાત્મકતા લાવે છે. તમારા ઘરનું વાયુ તત્વ બની રહે તેના માટે જરૂરી છે કે તમે ફ્રેશ છોડ જ ઘરમાં રાખો.