એકબાદ એક ક્રિકેટરો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર અને યુસુફ પઠાણ સુબ્રમણ્યમ બદ્રીનાથ બાદ હવે ઈરફાન પઠાણ પણ કોરોનાગ્રસ્ત થયો છે. આ ખેલાડીએ પણ તાજેતરમાં સંપન્ન થયેલી વર્લ્ડ રોડ સેફ્ટી ટી-20 સીરિઝમાં ભાગ લીધો હતો. ઈરફાને ખુદ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી આપી હતી. હાલ તે ઘરમાં જ ક્વોરન્ટાઈન છે.
ઈરફાને તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, કોઈપણ જાતના લક્ષણ વિના હું કોવિડ-19 પોઝિટિવ આવ્યો છું. હું ઘરમાં જ ક્વોરન્ટાઈન થયો છે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરું છું.
વર્લ્ડ રોડ સેફ્ટી ટી-20 સીરિઝમાં ઈન્ડિયા લેજેન્ડ્સના ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. આગળ જતાં વધુ ખેલાડીઓ પણ પોઝિટિવ આવે તેવી સંભાવના છે. ઈરફાન પઠાણા પહેલા બદ્રીનાથ, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ પર કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.
તો આ તરફ મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર પણ કોરોના પોઝિટિવ થઇ. તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે ઇન્ટરનેશનલ સીરીઝમાં ભાગ લીધો હતો. ખાસ વાત છે કે હરમનપ્રીત કૌર ઉપરાંત તાજેતરમાં જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર, યુસુફ પઠાણ, બદ્રીનાથ અને ઇરાફાન પઠાણ પણ કોરોનાનો શિકાર થયા છે. આ તમામ ક્રિકેટર રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં ઇન્ડિયા લીઝેન્ડ્સની ટીમનો ભાગ હતા.