ભારતીય ગીતો વિશ્વમાં કેટલા લોકપ્રિય છે તેનો પુરાવો સાત સમંદર પારથી સામે આવ્યો છે. અમેરિકન નેવીએ 27 માર્ચે ડિનર પાર્ટીનુ આયોજન કર્યું હતું.જેમાં સૌથી ધ્યાન ખેંચનારી વાત એ હતી કે, આ પાર્ટીમાં શાહરુખખાનની ફિલ્મ સ્વદેશનુ મશહૂર ગીત …યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ તેરા… ગૂંજ્યુ હતું. અમેરિકન નૌસેનાના જ જવાનોએ આ ગીત ગાયુ હતુ અને ભારતના રાજદૂત તરનજિત સિંહે સોશિયલ મીડિયા પર આ વિડિયો શેર કર્યો છે.જેને યુઝર્સ પસંદ કરી રહ્યા છે. અમેરિકાના નેવલ ઓપરેશન ચીફ માઈકલ ગિલ્ડેની સાથે ભારતના અમેરિકાના રાજદૂત તરનજીતસિંહ સંધૂ પણ હાજર હતા.
‘ये वो बंधन है जो कभी टूट नहीं सकता! This is a friendship bond that cannot be broken ever.’ 🇮🇳🇺🇸
US Navy singing a popular Hindi tune @USNavyCNO ‘s dinner last night! pic.twitter.com/hfzXsg0cAr
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) March 27, 2021
આ ગીત 2004માં રિલિઝ થયેલી શાહરુખખાનની ફિલ્મ સ્વદેશનુ છે.આ ડિનર પાર્ટી ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સબંધોને વધારે મજબૂત બનાવવા માટે યોજાઈ હતી.સંધૂએ સાથે સાથે નેવલ ઓપરેશન ચીફ ગિલ્ડેનો એક અદભૂત સાંજ માટે આભાર માન્યો હતો અને લખ્યુ હતુ કે, ભારત અને અમેરિકાની ભાગીદારીને વધારે મજબૂત બનાવવા માટે અમે સાથે મળીને કામ કરવા માટે આતુર છે.
સંધુએ ટ્વિટ કરી લખ્યું કે, આ દોસ્તીનુ બંધન છે અને તેને ક્યારેય તોડી નહી શકાય.વીડિયોમાં યુએસ નેવી બેન્ડના ગાયકો તેમજ મ્યુઝિશિયન દ્વારા યુનિફોર્મ પહેરીને આ ગીત ગાતા જોઈ શકાય છે.અમેરિકન ઉચ્ચારોમાં ભારતીય ગીત સાંભળવામાં અલગ પણ રસપ્રદ લાગે છે.આ વીડિયોને 2 લાખ કરતા વધારે લોકો જોઈ ચુકયા છે.