Gujarat News : સમગ્ર દેશમાં રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે. ત્યારે દેશ માં લોકો રાજકીય પક્ષોને સમર્થન જાહેર કરી રહ્યા છે ત્યારે પાટણ જીલ્લા ના કેટલાક ગામોના ઉપેક્ષીત લોકો દ્વારા સરકારી તંત્રની આંખ ઉઘડવા ચુંટણી નો જ બહિસ્કાર જાહેર કર્યો છે.
ગામલોકોએ કરી જાહેરાત કોઈપણ રાજકીય પક્ષે વોટ Voteમાગવા આવવું નહીં
પાટણ જિલ્લા ના રાધનપુર પંથક ના કેટલાક ગામો માં વિકાસ ના કાર્યો ની સતત ઉપેક્ષા થઈ રહી છે જેને લઈને ગામ લોકો આકરે પાણી એ બેઠા છે. રાધનપુર પંથકના પાંચ ગામોમાં “વિકાસ નહિં તો વોટ નહીં” ના બોર્ડ લાગ્યા છે જેને લઈને સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
કેટલાય વર્ષ થી વિકાસના કામોની થઈ રહેલ ઉપેક્ષા સામે વિરોધ દર્શાવતા લોકોએ ચુંટણી Election બહિષ્કાર ની જાહેરાત કરી
દેશમાં થઈ રહેલ વિકાસની વાતો વચ્ચે પાટણ Patan District જીલ્લાના રાધનપુર તાલુકાના નવા જુના ગામ, શેરગઢ તેમજ નવા-જુના શબ્દલપુરા ગામમાં છેલ્લા કેટલાય વર્ષ થી વિકાસના કામોની ઉપેક્ષા થઈ રહી હતી જેને લઈને આખરે ગામ લોકોની ધીરજ ખૂટતા સરકારી તંત્ર સામે વિરોધ દર્શાવતા. આ ગામના લોકોએ ચુંટણી બહિષ્કારના બેનરો મારતાં તંત્ર હરકતમાં આવ્યું છે.
છેલ્લા બાવીસ વર્ષ થી રોડ તુટેલી હાલતમાં
રાધનપુર પંથકના નજુપુરા, શબ્દલપુરા વચ્ચે છેલ્લા બાવીસ વર્ષ થી રોડ તુટેલી હાલતમાં છે. તેમાંય છેલ્લે ર૦૧૭માં આવેલા પુરના કારણે આ રસ્તો એટલો તુટી ગયો છે કે સાત કીમી. નું અંતર કાપવા અડધો કલાક બગાડવો પડે છે. જેને લઈને મેડિકલ કે બીજી સુવિધાઓ લોકોને પ્રાપ્ત થઈ શકતી નથી. તેમજ આ પંથકમાં વિકાસના અનેક કામો માટે પણ ભારે ઉપેક્ષા થઈ રહી છે. જેના કારણે ગ્રામ લોકોએ ચુંટણી બહિષ્કાર Vote નો નિર્ણય લીધો છે.
શું ગામ લોકો ના આ પ્રશ્નો તંત્રના બહેરા કાને સંભળાશે ?
શું ગામ લોકો ના આ પ્રશ્નો તંત્રના બહેરા કાને સંભળાશે. શું કોઈ રાજકીય પક્ષ આ વિસ્તારની જનતાના પ્રશ્નો ની વેદના ને સમજી શકશે ?