Gujarat News: લોકસભાની ચુંટણી માં ભાજપ દ્વારા બનાસકાંઠા ની સીટ પરથી ઉમેદવાર તરીકે ર્ડા.રેખાબેન ચૌધરીની જાહેરાત કરાઇ છે. રેખાબેન ચૌધરી એ ગાંધીનગર મધ્યે ડૉક્ટરી સેવાઓ આપી રહ્યા છે અને બનાસકાંઠા ના પાયા ની સંસ્થા સ્વરૂપ બનાસ ડેરી ના સ્થાપક ગલબાભાઈ ચૌધરી ના પૌત્રી છે.
દિયોદર મધ્યે રેખાબેન ચૌધરી ની લોકસંપર્ક સભા
રેખાબેન ચૌધરી દ્વારા બનાસકાંઠા માં વિવિધ વિસ્તારો માં લોકસભાની ચુંટણી ને અનુલક્ષીને લોક સંપર્ક સભાઓ યોજી રહ્યા છે જે અંતર્ગત દીઓદર ના લોહાણા વાડી ખાતે Banaskantha જીલ્લા BJP ભાજપના પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને દીઓદર Diyodar વિધાનસભા મત વિસ્તારમાં બનાસકાંઠા જીલ્લાના સંસદીય મતવિસ્તારના ભાજપના ઉમેદવાર ર્ડા.રેખાબેન ચૌધરી ની બેઠક યોજાયેલ.
આ બેઠક માં રેખાબેન ચૌધરી પધારતાં સૌ કાર્યકરો એ ભારત માતાની જય ના નારા સાથે જય શ્રીરામના નારા બોલાવી સ્વાગત કરેલ. આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ જણાવેલ કે દેશના વિકાસ માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરવા આપણે સૌએ પાંચ લાખની જંગી બહુમતી થી આ સીટ નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપવાની છે.
દિયોદર વિસ્તાર માં રેખાબેનનું આવહાન
દિયોદર વિસ્તારમાં લોક સંપર્ક સભામાં ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જણાવેલ કે બનાસકાંઠાની સીટ પર મહિલા તરીકે સૌ પ્રથમવાર મારૂ સિલેક્શન થયું અને ભાજપના મોવડી મંડળે શિક્ષણની કદર કરી મારી બનાસકાંઠા જિલ્લા ભાજપ ના ઉમેદવાર તરીકે વરણી કરી છે જે બદલ સૌનો આભાર. દેશના વિકાસમાં સહભાગી થવા આપણે સૌએ ભાજપને મત આપી, નરેન્દ્રભાઈ ના હાથ મજબુત કરવા, તેમજ કોઈ પણ સીટ ઉપર કોઈ વ્યક્તિ એકલી જીત મેળવી શકતી નથી. આ પંથકના સૌ કાર્યકરો ના સથવારે આપણે વિજય મેળવવાનો છે.
દિયોદર વિસ્તાર માં રેખાબેનનું સન્માન
દિયોદર માં પધારેલ બનાસકાંઠા જીલ્લાના સંસદીય મતવિસ્તારના ભાજપના ઉમેદવાર ર્ડા.રેખાબેન ચૌધરીનું દિયોદર માર્કેટ સમિતિ ના સદસ્યો, દિયોદર તાલુકા વેપારી મંડળે સ્વાગત કરેલ. તેમજ મહિલા મોરચા, બક્ષી મોરચાના સદસ્યો, ચેરમેન, મંત્રીશ્રીઓ દ્વારા રેખાબેન ચૌધરીનું બહુમાન કરવામાં આવેલ.
આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, જીલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ,પૂર્વ જીલ્લા પ્રમુખ વિજય ચક્રવર્તી, ભાજપ દિયોદર તાલુકા પ્રમુખ ર્ડા. હસુભાઈ ચૌધરી, રમેશભાઈ પટેલ, બનાસડેરીના ડીરેક્ટર ઈશ્વરભાઈ પટેલ, માર્કેટ ના પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરક, ચેરમેન માલાભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, બનાસકાંઠા જીલ્લા ભાજપ મહિલા પ્રમુખ ભીખીબેન વોરા, તાલુકા ભાજપ પ્રમુખ અલકાબેન જોષી, વાઈસ ચેરમેન પરાગભાઈ જોષી, ભરત જોષી, ભાવસીંગ ઠાકોર, ખેંગારભાઈ રાજપુત, બાબુભાઈ માળી, ભવાનજી ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સેનાના મુકેશભાઈ ઠાકોર, રઘુભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, રમેશભાઈ,ભરતભાઈ ચૌરી સહીતના ભાજપના વિવિધ સેલના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહેલા.