Ahmedabad: અમદાવાદમાં સ્વચ્છતા જાળવવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. જેના આધારે શહેરમાં ટ્રાફિકને લગતા કે મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા નિયમોનો ભંગ કરનાર નાગરિકોને સરળતાથી પકડીને દંડ વસૂલવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં અત્યારે 5 હજારથી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે
હકીકતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં અત્યારે 5 હજારથી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. હવે AI ટેક્નોલોજીની મદદથી તમામ CCTV કેમેરાથી પોલીસ અને કોર્પોરેશનના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે AMC દ્વારા એક વિશેષ સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગામી 3 મહિનામાં આ સોફ્ટવેર તૈયાર થઈ જશે, તે બાદ શહેરભરના તમામ CCTV કેમેરા અને કંટ્રોલરૂમ સાથે તેને જોડી દેવામાં આવશે.
જે બાદ જો કોઈ ટ્રાફિકને લગતા નિયમો જેવા કે, સિગ્નલ ભંગ, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ, રૉંગ સાઈડમાં વાહન હંકારવુ, હેલ્મેટ વિના ટૂ-વ્હીલર ચલાવવું, ટૂ-વ્હીલર પર ત્રિપલ સવારી, નો-પાર્કિંગમાં વાહન પાર્ક કરવા અને BRTS કોરિડોરમાં વાહન ચલાવવા બદલ દંડ ફટકારવામાં આવશે.
આવી જ રીતે મ્યુનિસિપલને લગતા નિયમો જેવા કે…
આવી જ રીતે મ્યુનિસિપલને લગતા નિયમો જેવા કે, જાહેર રસ્તા પર થૂંકવું, જ્યાં-ત્યાં કચરો ફેંકીને ગંદકી કરવી, ગેરકાયદેસર દબાણો કરવા વગેરેમાં દંડ ફટકારવામાં આવશે.