Gujarat News: અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકના વધતા જતા કેસના કારણે જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારના રોજ જિલ્લામાં ત્રણ લોકોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા હતા. તેમજ ગુરુવારના રોજ પણ એક મહિલા સહિત 3 લોકોના મોત થયા છે. રાજ્યમાં યુવાનો તેમજ પ્રોઢમાં હાર્ટ એટેકના કારણે મોત થઇ રહ્યા છે, તેમ છતા તંત્ર હજી પણ આંખ આડા કાન કરીને બેસી રહ્યું છે.
ત્રણ લોકોના મોત થયા
ગુરુવારના રોજ માલપુરના 58 વર્ષીય ધિમંતભાઇ ત્રિવેદી, તેમજ આ જ ગામના 50 વર્ષીય નયનાબેન પંડ્યા અને સાઠંબાના 62 વર્ષીય પ્રવીણભાઇ દરજીનું હાર્ટ એટેકના કરાણે મોત થયું હતું. ત્રણેય પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
પુત્રીએ પિતાને આપી મુખાઅગ્ની
માલુપુર ગામના વતની અને નિવૃત એલઆઇસી અધિકારી ધિમંત ત્રિવેદીના મોતને લઇને પરિવારમાં ભારે શોક છવાયો છે. આ પરિવારની તમામ જવાબદારી હવે તેમની દીકરી પ્રાંજલ ઉપર આવી છે, કેમ કે તેનો ભાઇ અપંગ છે. પુત્રીએ પોતાના પિતાને મુખાગ્નિ આપી હતી.