Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘરનો મુખ્ય દરવાજાને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રથમ સ્થાન છે જેના દ્વારા ઘરના સભ્યો અને મુલાકાતીઓ ઘરની અંદર પ્રવેશ કરે છે. એટલા માટે મુખ્ય દરવાજાની ડિઝાઇન, આકાર અને ગુણવત્તા પર ખૂબ ધ્યાન આપવુ જોઈએ.
સામાન્ય રીતે લોકો દરવાજા પર ધ્યાન નથી આપતા અને જો તેમાં કોઈ ખામી હોય તો તેના કારણે પરિવારમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. સૌથી મોટી વાત એ છે કે જો મુખ્ય દરવાજો ખોલવામાં આવે ત્યારે તે જાતે જ બંધ થઈ જાય તો તે સૌથી અશુભ છે.
આવા ઘરમાં રહેતા સભ્યોને અનેક પ્રકારના નુકસાનનો સામનો કરવો પડે છે. ધન હાનિ, જાન હાનિ અને માન હાનિ જેવા સંજોગો સામે આવે છે. આ લેખમાં, અમે દરવાજા સાથે સંબંધિત ખામીઓ અને તેને દૂર કરવાની રીતો વિશે જાણીશુ.
ઘરના દ્વારા માટેના નિયમ
વાસ્તુશાસ્ત્રનો સામાન્ય નિયમ છે કે દરવાજાની ઊંચાઈ પહોળાઈ કરતા બમણી હોવી જોઈએ. પહોળાઈ ચાર ફૂટ અથવા ઓછામાં ઓછી સાડા ત્રણ ફૂટ હોવી જોઈએ. વિશ્વકર્મા પ્રકાશ, બૃહદસંહિતામાં દરવાજાની ઊંચાઈ ત્રણ ગણી પહોળાઈ સુધી રાખવાનુ કહેવામાં આવ્યુ છે.
આ હોય છે દ્વાર દોષ
• દરવાજાની પહોળાઈ અને ઊંચાઈ નિયમ મુજબ ન હોવાને કારણે પરિવારના વડાને એક ભારનો અહેસાસ થતો રહે છે.
• દરવાજો બહુ સાંકડો, વિકૃત, બહુ ઊંચો, શિથિલ, વાંકોચૂંકો, ખૂબ વિશાળ ન હોવો જોઈએ. વિકૃત દ્વાર ધન હાનિનુ કારણ બને છે.
• જો દરવાજો બંધ કરતી વખતે અથવા ખોલતી વખતે કોઈ અવાજ આવે તો આવો દરવાજો અશુભ છે. તે ઘરમાં તકલીફો ઊભી કરે છે.
• જો દરવાજો ખોલ્યા પછી થોડીવાર માટે આ રીતે છોડી દેવામાં આવે અને તે જાતે જ બંધ થઈ જાય તો તે સૌથી અશુભ છે. આવા
દરવાજા ધન અને જન હાનિ કરે છે.
• ઘરની અંદર એક જ સીધી રેખામાં બેથી વધુ દરવાજા ન હોવા જોઈએ.
• દરવાજા દીવાલની સીધી રેખામાં હોવા જોઈએ નહીં તો આર્થિક નુકસાન થતું રહે છે.
• મુખ્ય દરવાજાનીઉપર ઝરોખા હોવો જોઈએ. આના કારણે ઘરમાં સુખ-શાંતિ રહે છે.
• દરવાજાના લાકડામાં તિરાડો ન હોવી જોઈએ, નહીં તો ગરીબી ઊભી થાય છે.
• આજકાલ દરવાજા પર ઉમરો બનાવવામાં નથી આવતો, કમસે કમ મુખ્ય દ્વાર પાસે ઉમરો બનાવવો જોઈએ.
દ્વાર દોષ કેવી રીતે દૂર કરવા
ઘણી વાર એવું બને છે કે ઘર બની જાય છે અને દોષ રહી જાય છે, આવી સ્થિતિમાં તોડફોડ શક્ય નથી. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દ્વાર વેધ કે દ્વાર દોષ રહી ગયા હોય તો તેના માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. દરવાજાની ખામીઓને દૂર કરવા માટે તમારા ઘરના મુખ્ય દ્વારના ઉમરા પર ચાર આંગળ ઉપર લાલ રંગનું સ્વસ્તિક બનાવો. તે સિંદૂર અથવા કુમકુમમાંથી બનાવી શકાય છે.