Food News: મોટાભાગના લોકો હલવો તો પસંદ જ હોય છે. ખાસ કરીને શિયાળામાં લોકો વિવિધ ફળો કે શાકભાજીનો હલવો બનાવે છે. જો કે, સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારે હાલ ફેસ્ટિવ સિઝન અને શિયાળામાં બીટરૂટનો હલવો બનાવીને ખાઈ શકાય છે. પોષક તત્વોથી ભરપૂર આ હલવો બનાવવામાં ખૂબ જ સરળ છે. ત્યારે જાણો ઘરે જ બીટરૂટનો હલવો બનાવવાની સરળ રેસીપી.
• કુલ સમય: 40 મિનિટ
• તૈયારીનો સમય: 20 મિનિટ
• રસોઈનો સમય: 20 મિનિટ
• કેટલા લોકો માટે: 4
બીટરૂટનો હલવો બનાવવા માટેની સામગ્રી
• 500 ગ્રામ બીટરૂટ
• 500 ગ્રામ દૂધ
• 60 ગ્રામ ઘી
• 180 ગ્રામ ખાંડ
• 100 ગ્રામ ખોયા
• 50 ગ્રામ કાજુ
• 30 ગ્રામ બદામ
• 3 ગ્રામ એલચી પાવડર
બીટરૂટનો હલવો બનાવવાની રીત
તૈયારી:
બીટરૂટને ધોઈ તેની છાલ કાઢીને છીણી લો.બદામને ઉકળતા પાણીમાં મૂકી તેને છોલીને સૂકાવીને તેને લાંબી કાપી લો. એક ચમચી ઘી ગરમમાં કાજુ ફ્રાય કરીને સાઈડ પર મૂકી દો.
હલવો બનાવવા માટે
• એક પેનમાં એક મોટી ચમચી ઘી ગરમ કરીને તેમાં છીણેલું બીટરૂટ ઉમેરી દો અને તેને ધીમી આંચ પર પકાવો.
• ત્યારબાદ તેમાં દૂધ ઉમેરીને ધીમી આંચ પર પકાવો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
• તેને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી બીટરૂટ નરમ ન થઈ જાય અને દૂધ સંપૂર્ણપણે સુકાઈ ન જાય.
• ત્યારબાદ તેમાં ખાંડ, ખોયા નાખીને બીટરૂટ સાથે સારી રીતે મિક્સ કરો.
• હવે તેમાં ઈલાયચી પાવડર, વધેલું ઘી નાખીને ધીમી આંચ પર થોડો સમય માટે પકાવો.
• છેલ્લે કાજુ-બદામથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.