Fashion Tips: ખાસ કરીને જ્યારે મહિલાઓની વાત આવે છે ત્યારે મોટાભાગની મહિલાઓ તહેવારોમાં સાડી પહેરવાનું પસંદ કરે છે. અત્યારે તો આ તહેવારોના માહોલમાં બધાએ નવા કપડાં ખરીદ્યા હોય છે. તો ઘણી વાર જૂના કપડાંને કાઢી નાખતા હોય છે. સાડીતો મહિલાઓની સુંદરતામાં વધારો કરે છે. દરેક ભારતીય મહિલાના કપડામાં તમને વિવિધ પ્રકારની સાડીઓ જોવા મળશે.
અલગ સાડીઓમાંથી બનાવો યુનિક વસ્તુઓ
આમાંની કેટલીક સાડીઓ સાદી અને રોજિંદા વસ્ત્રો માટે હોય છે, પરંતુ કેટલીક સાડીઓ ભારે પણ જોવા મળે હોય છે અને ખાસ પ્રસંગોએ પહેરવા માટે પણ અલગ સાડીઓ હોય છે. પરંતુ કેટલીક સાડીઓ એવી હોય છે જે કોઈને કોઈ કારણસર ક્યારેય પહેરવામાં આવતી નથી. કારણ કે કાં તો તમને તેમની પ્રિન્ટ અથવા રંગ પસંદ નથી આવતા તો ઘણી વખત સ્ત્રીઓ આવી સાડીઓ વર્ષો સુધી પોતાના કબાટમાં રાખે છે અથવા કોઈને આપી દે છે.
તેથી જો તમારી પાસે પણ કેટલીક આવી જ સાડીઓ રાખવામાં આવી હોય તો તમે આ તહેવારોની સિઝનમાં તેને અલગ રીતે સ્ટાઈલ કરીને ફરીથી પહેરી શકો છો અથવા અલગ ઉપયોગમાં લઈ શકો છો.
તમારી જૂની સાડીનો આ રીતે ઉપયોગ કરો
એથનિક સૂટ
તમે જૂની સાડીમાંથી તમારા માટે સ્ટ્રેટ, એ-લાઇન અથવા અનારકલી સૂટ બનાવી શકો છો. જો તમારી પાસે બનારસી, કાંચીપુરમ કે સિલ્કની સાડીઓ રાખવામાં આવી હોય તો તેમાંથી બનાવેલો સૂટ એકદમ મસ્ત લાગે છે.
દુપટ્ટા
જો તમારી પાસે જ્યોર્જેટ અથવા શિફોન પ્રકારની જૂની સાડી છે તો તમે તેમાંથી શરારા અથવા અલગ દુપટ્ટો પણ બનાવી શકો છો જેને તમે કુર્તી સાથે જોડી બનાવી શકો છો.
કુશન કવર
જો જૂની સાડીમાં બનારસી સાડી હોય છે, તો તમે સંપૂર્ણ લંબાઈની બોર્ડર કાપીને તેને શિફોન અથવા જ્યોર્જેટ સાડી પર લગાવી શકો છો. જે પણ બાકી વધે છે તેને તમે કુશન કવર, સ્કાર્ફ અથવા કાપડની થેલી તૈયાર કરી શકો છો.
ફ્લેયર્ડ સ્કર્ટ
જો તમારી પાસે બ્રોકેડ અથવા ચંદેરી સિલ્કની સાડી પડેલી હોય અને તમે તેને કોઈને આપવા માંગતા નથી તો તમે તેમાંથી ફ્લેયર્ડ સ્કર્ટ બનાવી શકો છો. પરફેક્ટ ઈન્ડો-વેસ્ટર્ન લુક માટે તેને પ્લેન ટોપ અથવા ફોર્મલ શર્ટ સાથે પહેરી શકો છો.
ટ્યુનિક અને ટોપ
તમે તમારા માટે 6 મીટર લાંબી સાડીમાંથી સરળતાથી ટ્યુનિક અથવા ટોપ બનાવી શકો છો. જો તમારી પાસે બાંધણી, બ્લોક પ્રિન્ટ અથવા બાટિક સાડી હોય તેમાંથી સુંદર ટોપ અથવા શોર્ટ કુર્તી બનાવી શકો છો અને તેને જીન્સ કે પેન્ટ સાથે પહેરીને આનંદ માણો.
પોટલી બેગ
તમે જૂની સાડીમાંથી તમારા માટે સુંદર પોટલી બેગ પણ બનાવી શકો છો. જો તમારી પાસે ભારે સાડી છે તો તે સરળતાથી તેમાંથી સુંદર પોટલી બેગ બની શકે છે. જેનો તમે તહેવારોની સિઝનમાં ઉપયોગ કરી શકો છો.