દુનિયાભરમાં ભારતની કોરોના (corona vaccine) રસીને લઈ બોલબાલા! WHOએ પીએમ મોદી (PM NARENDRA MODI) અને ભારત (INDIA)નો આભાર માન્યો:
DELHI:-
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમ (Tedros Adhanom)એ કોરોના (Covid 19) સામેની લડાઈમાં સતત સાથ આપવા માટે ભારત અને વડાપ્રધાન મોદી (PM Narendra Modi)નો આભાર માન્યો છે.
ભારતે એશિયાના પાડોશી દેશો સહિત બ્રાઝિલ, મોરક્કો જેવાં દેશોને વેક્સિન મોકલી છે.
અધનોમે એક ટ્વીટ TWEET કરીને લખ્યું કે, ગ્લોબલ કોવિડ-19 રિસ્પોન્સને સતત સપોર્ટ આપવા માટે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.
જો આપણે સાથે મળીને કામ કરીશું તો આ વાઈરસને રોકી શકીશું અને જિંદગીઓ બચાવી શકીશું. WHO ચીફની આ ટ્વીટ TWEETએવા સમયે આવી છે
જ્યારે દુનિયાના અનેક દેશોએ ભારતનો આભાર માન્યો છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પણ ભારતની વેક્સિનને સંજીવની બૂટી જણાવતાં ભારતનો આભાર માન્યો હતો.
નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન અને માલદીવે પણ ભારતે વેક્સિનના લાખો ડોઝ મોકલ્યા છે.
આ ઉપરાંત મોરિશિયસ, મ્યાનમાર અને સેશેલ્સમાં પણ વેક્સિન મોકલવામાં આવશે. શ્રીલંકા અને અફઘાનિસ્તાનને પણ રસી મોકલવાની તૈયારી છે.
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ પણ મોદીને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ 19 રસીના 20 લાખ ડોઝ મોકલવા માટે આભાર માન્યો છે.
તેઓએ કહ્યું હતું કે, હું પીએમ મોદીને ગિફ્ટ તરીકે વેક્સિન મોકલવા માટે આભાર માનું છું.
મને આશા છે કે બાંગ્લાદેશને કોવિડ 19 મહામારીથી છૂટકારો મળશે.