Business News: CERT-In Warning: તમે Google Chromeનો ઉપયોગ કરી રહ્યા હોય તો તમારે તરત જ આ વેબ બ્રાઉઝર અપડેટ કરી લેવું પડશે. જોઇએ તો સરકારી એજન્સી CERT-In એ ગુગલ ક્રોમ બ્રાઉઝરને લઈને ચેતવણી આપી છે. CERT-Inનો દાવો છે કે આ વેબ બ્રાઉઝરમાં ઘણી ખામીઓ જોવા મળી છે. જેનો ઉપયોગ કરીને યુઝર્સને હેકર્સ નિશાન બનાવી શકે છે.
કઇ રીતે ટાર્ગેટ કરી શકે છે જોઇએ
આજે ઇન્ટરનેટનો જમાનો છે. કોઇપણના મોબાઇલ, લેપટોપ હોય કે પીસી હોય દરેકમાં નેટ હોય છે અને સર્ચ માટે લોકો ખાસ કરીને Google Chromeનો ઉપયોગ કરતા હોય છે. પર્સનલ કોમ્પ્યુટરમાં ખાસ કરીને સૌથી વધુ વપરાતુ આ વેબ બ્રાઉઝર છે. જેને લઇને સરકારી એજન્સીએ એક ચેતવણી આપી છે. આ બ્રાઉઝરમાં એક નવી સિક્યોરિટી ખામી જોવા મળી છે. જે દુનિયાભરના લાખો લોકોને પ્રભાવિત કરી શકે છે. જન્સીએ 8 માર્ચે જાહેર કરેલા તેના રિપોર્ટમાં આ ખામીની જાણકારી આપી છે. CERT-In એ આ નબળાઈ અંગે ચેતવણી આપી છે. CERT-In એ જણાવ્યું છે કે Google Chrome માં ઘણી ખામીઓ જોવા મળી છે જેનો ફાયદો હેકર્સો ઉઠાવી શકે છે. અને યુઝર્સને નુકશાન કરી શકે છે.
CERT-In ની ચેતવણી શું છે?
હેકર્સ દ્વારા ખામીને લઇને મનસ્વી કોડનો ઉપયોગ કરી શકે છે. અથવા સીસ્ટમને ટાર્ગેટ કરીને DoS કંડીશનનો ઉપયોગ સિસ્ટમને ટાર્ગેટ કરવા માટે કરી શકે છે. તેના અહેવાલમાં, CERT-Inએ કહ્યું છે કે Google Chrome બ્રાઉઝરમાં આ સમસ્યા FedCM કંપોનેંટમાં અત્યારે યૂઝ આફ્ટર ફ્રી એરરને કારણે છે. એક રીમોટ એટેકર આ ખામીનો આસાનીથી ફાયદો ઉઠાવી શકે છે અને સ્પેશલ ક્રાંફ્ટેડ વેબ પેજને ટાર્ગેટેડ સિસ્ટમ પર મોકલી પોતાનું ધાર્યુ કરી શકે છે. CERT-In નું કહેવું છે કે હેકર્સ આ ખામીનો ફાયદો લઇને તમારી સીસ્ટમને હેક કરી શકે છે અને ડેટા પણ ચોરી કરી શકે છે. આની અસર ક્રોમના વિંડોઝ અને મૈક બંને વર્જન પર જોવા મળી છે. કે, ગૂગલે આ સુરક્ષા ખામીને સ્વીકારી છે અને ગૂગલ ક્રોમનું નવું વર્ઝન બહાર પાડ્યું છે. જો તમે શક્ય તેટલી વહેલી તકે તમારા Google Chrome બ્રાઉઝરને અપડેટ કરો તો વધુ સારું રહેશે. રકારના જણાવ્યા અનુસાર ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓ જોવા મળી છે. આ ચેતવણી ભારત સરકારની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જાહેર કરવામાં આવી છે. ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીનું માનવું છે કે ગૂગલ ક્રોમને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે. આ ઉપરાંત, તેમાં મેલેશિયસ કોડ એડ કરી શકાય છે. આ રીતે હેકર્સ યુઝર્સના સંવેદનશીલ ડેટાની ચોરી કરી શકે છે. CERT-In દ્વારા સુરક્ષા સલાહ આપવામાં આવી છે, જેમાં હુમલાખોરો વેબ પેજ પર હુમલો કરી શકે છે.
Google Chrome કેવી રીતે અપડેટ કરવું?
સૌથી પહેલા તમારે Google Chrome ઓપનમાં જવું, તમે જે પણ સિસ્ટમનો ઉપયોગ કરો છો, વિન્ડોઝ, મેક અથવા લિનક્સ, તમારે તેના પર ક્રોમ ખોલવું પડશે.
આ પછી તમારે ઉપરના જમણા ખૂણામાં દેખાતા ત્રણ બિંદુઓ પર ક્લિક કરવાનું રહેશે અને સેટિંગ્સમાં જવું પડશે.
અહીં તમારે About Chrome ઓપ્શનમાં જવું પડશે. જ્યાં તમને તાજેતરના અપડેટ્સ વિશે માહિતી મળશે. અહીંથી તમે નવીનતમ સંસ્કરણ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકો છો.
ત્યાર બાદ તમારુ પીસી કે લેપટોપ રીસ્ટાર્ટ કરવું પડશે. આ રીતે તમે Google Chromeનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરી શકો છો. સમયાંતરે અપડેટ કરતા રહેવું જોઇએ.