શિયાળા (WINTER) માં ગ્લોઇંગ (glowing skin) અને ગુલાબી નિખાર લાવવા માટે ફેસપેક (FACE PACK) માં બીટ મિક્સ કરો.
winter face mask for glowing skin:
ગાંધીનગર:-
શું તમે શિયાળા (WINTER) માં ચહેરાની બેજાન અને શુષ્ક થતી ત્વચાથી પરેશાન થઇ ગયા છો તો આ વખતે બીટના ફેસપેકનો (FACE PACK) ઉપયોગ કરો.
આ તમારી ત્વચાને નવો નિખાર આપવામાં મદદ કરશે.
સામાન્ય રીતે તો ઘરમાં કેટલીય બધી વસ્તુઓ હોય છે. જેનો ઉપયોગ કરીને ત્વચા પર ગ્લો લાવી શકાય છે.
glowing skin
પરંતુ બીટમાં રહેલ પોટેશિયમ, પ્રોટીન, વિટામિન-A, વિટામિન-ડી, સી, બી-6, આયર્ન અને કોબાલામિન જેવા તત્ત્વ મળી આવે છે.
જે જમવાની સાથે જ ત્વચા પર લગાવવાથી પણ અસરકારક સાબિત થાય છે.
જાણો, કેવી રીતે બીટના ફેસપેક સ્વરૂપમાં ઉપયોગમાં લઇ શકાય છે.
દરરોજ બીટના ફેસપેકનો ઉપયોગ કરવાથી ન માત્ર તમારી ત્વચા પર ગુલાબી ગ્લો આવે છે પરંતુ ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે. આ ઉપરાંત આ તમારા ચહેરામાંથી ડેડ સ્કિન સેલ્સ પણ દૂર કરે છે.
આમ તો બીટને ઘસીને તમે તેનો જ્યુસ ચહેરા પર લગાવી શકો છો ત્યારે બીટનો ફેસપેક પણ ત્વચા પર કમાલ કરી શકે છે. બીટને કોઇ પણ ફેસપેકમાં મિક્સ કરવા માટે સૌથી પહેલા એક બીટ લઇને તેને ટુકડામાં કાપી લો.
ત્યારબાદ તેમાં ગુલાબજળ મિક્સ કરીને ગ્રાઇન્ડરમાં નાંખીને દળી લો.
ત્યારબાદ આ પેસ્ટને ગાળીને તેના પાણીને કાઢીને અલગ રાખી લો.
હવે આ બીટના પાણીને બેસનના ફેસપેકમાં અથવા તો સંતરાની છાલના ફેસપેકમાં મિક્સ કરીને લગાઓ.
ત્યારબાદ દસથી પંદર મિનિટ બાદ જ્યારે પેક સુકાઇ જાય ત્યારે ચહેરાને ધોઇ નાંખો.
ત્યારબાદ જુઓ કેવી રીતે ચહેરા પર ગુલાબી નિખાર આવવા લાગે છે.
બીટના પાણીને તમે ઇચ્છો તો એક અઠવાડિયા સુધી ફ્રિઝમાં સ્ટોર કરીને રાખી શકો છો.
પરંતુ વધારે લાંબા સમય સુધી રાખી મુકવાથી તે ખરાબ થઇ જાય છે.
એટલા માટે જ્યારે પણ ફેસપેક લગાવવાનો હોય ત્યારે તાજા બીટનો રસ કાઢીને તેને ફેસપેકમાં મિક્સ કરો અને ગ્લોઇંગ સ્કિન મેળવો..