Sports News: ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 3 વિકેટે હરાવ્યું હતું. આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમે શ્રેણી 2-0થી જીતી લીધી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે એલેક્સ કેરીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે શાનદાર ઇનિંગ રમી અને તેના કારણે જ ઓસ્ટ્રેલિયન ટીમ મેચ જીતવામાં સફળ રહી. કેરીને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાયદો મેળવ્યો છે.
ઓસ્ટ્રેલિયાને ફાયદો થયો
ભારતીય ટીમ પહેલાથી જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર છે. ટીમ ઈન્ડિયાનો PCT 68.51 છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ એક સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ કુલ 12 મેચ રમી છે, જેમાંથી તેણે 8માં જીત મેળવી છે. ટીમને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાનું PCT 62.50 છે.
ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજા સ્થાને પહોંચી છે
ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ન્યૂઝીલેન્ડે એક સ્થાન ગુમાવ્યું છે. ટીમે 6 મેચ રમી છે જેમાંથી 3માં તેણે જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમનું PCT 50.00 છે. બાંગ્લાદેશની ટીમ ચોથા નંબર પર છે. ટીમે અત્યાર સુધીમાં 2 મેચ જીતી છે જેમાંથી એકમાં હાર અને એકમાં જીત થઈ છે. ટીમનું PCT 50.00 છે.
પાકિસ્તાની ટીમ આ નંબર પર છે
પાકિસ્તાનની ટીમ પાંચમા નંબર પર હાજર છે. ટીમ પાંચ મેચ રમી છે જેમાંથી બે મેચ જીતી છે. ટીમને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમનું PCT 36.66 છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ છઠ્ઠા નંબર પર છે. ટીમ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી શકી છે અને તેનું PCT 33.33 છે. દક્ષિણ આફ્રિકાની ટીમ સાતમા નંબર પર છે. આફ્રિકન ટીમ પણ માત્ર એક ટેસ્ટ મેચ જીતી શકી છે અને તેનું PCT 25.00 છે.
ઈંગ્લેન્ડની ટીમ આઠમા નંબર પર હાજર છે. ટીમે અત્યાર સુધીમાં ત્રણ મેચ જીતી છે જેમાંથી 6માં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમનું PCT 17.50 છે. શ્રીલંકાની ટીમ છેલ્લા સ્થાને છે. ટીમે બે મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે.