Gauseva Dharmik News:
શ્રી શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ગૌમાતા સંવેધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર થાય તે માટે કરાયેલ.
10 માર્ચે __ 10 વાગ્યે 10 મિનિટ માટે
ભારત બંધ
ના આહ્વાન અંતગર્ત દિયોદર તાલુકાના સરદરપુરા (૨) ગામે આજે સંપૂર્ણ સમર્થન આપેલ.
ધર્મપ્રાણ ભારત દેશ માં ગાયની હત્યા એ રાષ્ટ્રીય કલંક છે, આ કલંકને મિટાવવા સાધુ-સંતો-મહંતો-ગૌભક્તો દ્વારા
ગૌમાતાને સંવેધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરાવવા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન
ચલાવાઈ રહ્યું છે, આ આંદોલનને ચારેય પીઠના શંકરાચાર્યો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે અને સમગ્ર ગૌભક્ત હિન્દૂ-સનાતનિયો આ આંદોલનને તેજગતિ આપી રહ્યા છે.
આ ભારત બંધના એલાન સંદર્ભે સરદરપુરા (૨) ગામ દ્વારા સમર્થન અપાયું હતું અને ગ્રામવાસીઓ શ્રીદૂધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ માં એકઠા થઇ ગૌમાતાને સરકાર પશુઓની શ્રેણી માંથી હટાવી માતા તરીકેનો દરજ્જો આપે અને આ પવિત્ર ભારતભૂમિ પરથી ગૌવધ બંધ થાય એવી માંગ સાથે ‘ગૌમાતા રાષ્ટ્રમાતા’ના નારાઓ લગાવ્યા હતા અને ત્વરિત સંવેધાનિક રીતે ગાય માતા તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરે એ માટે દૂધેશ્વર મહાદેવને પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ ગુજરાત પ્રવાસ અંતર્ગત ગત 22 ફેબ્રુઆરી,2024 ના રોજ સરદારપુરા (૨) મુકામે પધારેલ હતા, ગામમાં ધર્મસભા સંબોધતાં મહારાજશ્રી એ ધર્મપ્રાણ ભારત દેશમાં થઈ રહેલ રોજની એક લાખથી વધુ થઈ રહેલ ગૌહત્યા બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સંવેધાનિક રીતે ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય તો ગાયને રાષ્ટ્રીય ધરોહર ગણવામાં આવશે જેથી ગૌહત્યા બંધ થાય અને ગાયનું વિશેષ રીતે રક્ષણ અને સંવર્ધન થઈ શકશે, જેથી દરેક સનાતનીઓ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરાવવા પોતાનો અવાજ બુલંદ કરે એ માટે આહવાન કર્યું હતું જે આહવાનના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન વધુ તેજ બની રહ્યું છે.