પુત્ર જેટલો જ પુત્રીનો પણ હક, વિવાહીત હોય તો પણ કરી શકે દાવો:
અલ્હાબાદ (ALAHABAD HIGH COURT) હાઈકોર્ટે એક કેસમાં મહત્વનો ચુકાદો આપતા જણાવ્યુ હતું કે, પુત્રી પણ પુત્રની માફક પરિવારનું સભ્ય છે.
પછી તે વિવાહીત હોય કે અવિવાહીત. કોર્ટે કહ્યુ હતું કે, મૃતક આશ્રિત સેવા નિયમાવલી અંતર્ગત અવિવાહીત શબ્દને છોકરા-છોકરીના આધાર પર ભેદ કરનારો માનતા તેને અસંવૈધાનિક જાહેર કરી દીધુ છે,
તો પુત્રીના આધાર પર આશ્રિતની નિયુક્તિ પર વિચાર કરવાની પણ વાત કહી હતી. એટલા માટે નિયમમાં સંશોધન કરવાની જરૂર નથી.
કોર્ટે બીએસએ પ્રયાગરાજના અરજીકર્તાના વિવાહીત થવાના આધાર પર મૃતક આશ્રિતના રૂપમાં નિયુક્તિ આપવાને લઈને મનાઈ ફરવાના આદેશને રદ કર્યો છે અને
બે મહિનામાં યોગ્ય નિર્ણય લેવાનો નિર્દેશ પણ આપ્યો છે.
આ આદેશ ન્યાયમૂર્તિ જેજે મુનીરે મંજૂલ શ્રીવાસ્તવની અરજીને સ્વિકાર કરતા આપ્યો છે.
અરજીકર્તાના વકીલ ધનશ્યામ મોર્યે દલીલો આપી હતી.
તેમનું કહેવુ હતું કે, વિમલા શ્રીવાસ્તવ કેસમાં કોર્ટે નિયમાવલીમાં અવિવાહીત શબ્દને અસંવૈધાનિક બતાવતા તેને રદ કરી દીધો હતો.
એટલા માટે અરજીકર્તા વિવાહીત પુત્રીને આશ્રિત કોટામાં નિયુક્તિ મળવાનો અધિકાર છે. બીએસએ કોર્ટના નિર્ણયથી વિપરીત આદેશ આપ્યો હતો, જે ગેરકાયદેસર છે.
સરકાર તરફથી કહેવાયુ છે કે, આ શબ્દ અસંવૈધાનિક છે, પણ નિયમ સરકારે હજૂ બદલ્યો નથી.
એટલા માટે વિવાહીત પુત્રીને નિમણૂંક મળવાનો અધિકાર નથી