Gujarat News: બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં મહાશિવરાત્રીના પાવન અવસરે પ્રતિવર્ષ ની જેમ દિયોદર મહાદેવ મંદિર હોલ ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ . મહાશિવરાત્રીના રોજ ૧૯ મો રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં પધારેલા મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી રક્તદાન કેમ્પ ને ખુલ્લો મુક્યો હતો.રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા પધારેલ મહેમાનો નો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું .રક્તદાન કેમ્પમાં અનેક મહાનુભાવોની હાજરીમાં આ કેમ્પ યોજાયો હતો.
રક્તદાન કેમ્પનું આયોજન
રક્તદાતાઓને બેગ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા મહાશિવરાત્રીના રોજ યોજાયેલ રક્તદાન કેમ્પ માં ૧૦૦ થી વધારે બોટલ રકત એકઠું કરવામાં આવ્યું હતું.
આ એકઠું થયેલ રક્ત જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડી એક સેવા નું કાર્ય આ યુવક મંડળ કરી રહ્યું છે.આ પ્રસંગે રાવણા રાજપૂત સમાજ ના આગેવાનો યુવા મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..