Gujarat News: પાલનપુરના પાતાળેશ્વર મહાદેવ, હાથીદરા, ગંગેશ્વર, બાલારામ મહાદેવ, બાજોઠીયા મહાદેવ સહિત ડીસા માં આવેલા રિશાલેશ્વર મહાદેવ, રસાણા નજીકનું શિવધામ બનાસ નદી કિનારે આવેલ મહાદેવીયા આ ઉપરાંત અરવલ્લીની ગીરીકંદરાઓમાં આવેલા કોટેશ્વર મહાદેવ મુકેશ્વર મહાદેવ વિશ્વેશ્વર મહાદેવ કેદારનાથ મહાદેવ તથા સરહદી વિસ્તારમાં આવેલા મુળેશ્વર મહાદેવ કપિલેશ્વર મહાદેવ વાળીનાથ મહાદેવ બુઢેશ્વર મહાદેવ વગેરે અનેક શિવાલયોમાં ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ શિવભક્તો શિવાલયોમાં પહોંચી હર હર મહાદેવ અને ૐ નમઃ શિવાયના નાદ ગૂંજવેલ. શિવભક્તો દ્વારા શિવાલયોમાં દૂધ સહિત જળાભિષેક બીલીપત્રો સાથે પૂજન-અર્ચન કરી ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ થયેલ.
અનેક શિવ મંદિરોમાં શિવરાત્રિના ભાતીગળ લોક મેળા ભરાયેલ.
શિવમંદિરોને ઠેરઠેર શણગારવામાં આવ્યા હતા. તેમજ અનેક જગ્યાએ ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ.જેને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શિવરાત્રીના પર્વને લઇ શિવ ભક્તો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ઠેરઠેર શિવાલયોમાં લઘુ રુદ્રાભિષેક મહા આરતી ધૂન ભજન સત્સંગ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શીવમંદિરોમાં શિવભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવેલ.